છૂટાછેડા લીધેલ પત્નીનો પૂર્વ પતિ પર જીવલેણ હુમલો

અમદાવાદ: સરદારનગર વિસ્તારમાં રહેતી છૂટાછેડા લીધેલ પત્નીએ તેના પૂર્વ પતિ પર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યાની કોશિશ કરતાં પોલીસે ખૂનનો ગુનો દાખલ કરી અાગળની તપાસ હાથ ધરી છે.
અા અંગેની વિગત એવી છે કે સરદારનગર વિસ્તારમાં અાવેલી રમેશદત્ત કોલોની ખાતે રહેતા તોલારામ જયંતીભાઈ સુજલાની પત્ની મીનાબહેન તેના પતિ સાથે રહેવા માગતાં ન હતાં અને અા દંપતીએ છૂટાછેડા લઈ લીધા હતા. દરમિયાનમાં મીનાબહેને તેના ભાઈ સાથે મળી તોલારામને જાનથી મારી નાખવાના હેતુથી તોલારામ પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરતા ગંભીરપણે ઘવાયેલા તોલારામને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં અાવ્યા છે.
અા ઘટનાને પગેલે રમેશદત્ત કોલોની ખાતે લોકોના ટોળેટોળા ભેગા થયા હતા અને ચકચાર મચી ગઈ હતી. બનાવની જાણ થતાં જ પોલીસે તાત્કાલીક પહોંચી જઈ ટોળા વિખેરી નાખ્યા હતા.
પોલીસે અા અંગે મીનાબહેન સહિત ત્રણ વ્યક્તિ વિરુદ્ધ હત્યાનો પ્રયાસનો ગુનો નોંધી ધરપકડની તજવીજ હાથ ધરી છે.

You might also like