ડિવોર્સ લીધેલાં પેરન્ટ્સનાં બાળકોના પણ ડિવોર્સ થવાની સંભાવના વધુ

આમ જોવા જઇએ તો લગ્ન અને છૂટાછેડા એ વ્યક્તિગત બાબત છે, પરંતુ તમારાં લગ્નજીવનમાં છૂટાછેડાની સંભાવના કેટલી છે એ તમારા પેરેન્ટસના બિહેવિયર પરથી પણ કહી શકાય છે. મતલબ કે જો તમારા પેરન્ટસે ડિવોર્સ લીધા હોય તો તમારા પણ ડિવોર્સ થવાની સંભાવના વધે છે. કોઇ વિચારે કે છૂટાછેડા કંઇ જિનેટિકલી થોડા હોય ? પણ વ્યક્તિની સંબંધોમાં વર્તણૂક કેવી છે એ તો તેમના પેરન્ટસ તરફથી મળેલા જિનેટિકલી વારસા દ્વારા નકકી થતું હોય છે. એટલે જો પેરેન્ટસના છૂટાછેડા થયા હોય તો સંતાનોના લગ્નજીવનમાં પણ ભંગાણ પડવાની સંભાવનાઓ વધે છે. અમેરિકાની વર્જિનિયા કોમનવેલ્થ યુનિવર્સિટીના નિષ્ણાતોનું માનવું છે કે ડિવોર્સ એ પારિવારિક ધોરણે આગળ વધતી બાબત છે.

You might also like