ઉબેર એપની ખામીના કારણે ડિવોર્સ થઈ ગયાઃ ફ્રેન્ચ વેપારીઅે કેસ કર્યો

નવી દિલ્હીઃ ઘણી વાર ટેક્નોલોજી સરળ અને ફાયદાકારક હોવાના બદલે માથાનો દુખાવો બની જતી હોય છે. ઉબેર અેપની ખામીઅે એક વ્યક્તિને તેના પતિથી અલગ કરી દીધી. અા ઘટના એક ફ્રેન્ચ બિઝનેસમેન સાથે બની છે. ઉબેરની એપમાં કમીના કારણે તેની પત્નીને જાણ થઈ ગઈ કે પતિને અન્ય મહિલા સાથે અફેર છે અને પત્નીઅે તેને ડિવોર્સ અાપી દીધા. અા ઘટનાથી ગુસ્સે ભરાયેલા બિઝનેસમેને ઉબેર પર કેસ કર્યો છે અને ૩૪ કરોડ રૂપિયા વળતર અાપવાની માગણી કરી છે.

બિઝનેસમેનનો અાક્ષેપ છે કે ઉબેરના કારણે તેના ડિવોર્સ થયા. દક્ષિણ ફ્રાન્સના િબઝનેસમેનનું કહેવું છે કે ઉબેરની એપમાં કંઇક કમી હતી. અા કમીના કારણે તે જ્યારે બહાર ટ્રીપ પર જતો તો તેની પત્નીના મોબાઈલ પર નોટિફિકેશન અાવતું, જેના કારણે તેની પત્નીને શક થયો કે તેને અન્ય મહિલાઅો સાથે અફેર છે. એક વાર તેણે તેની પત્નીનો ફોન લીધો હતો અને તે ડિવાઈસ પર ઉબેરના એકાઉન્ટમાં લોગ ઇન કર્યું હતું. તેનો અાક્ષેપ છે કે ડિવાઇસ પર તેણે ઉબેર એકાઉન્ટમાંથી લોગ અાઉટ કરી લીધું તેમ છતાં તેની ટ્રીપ અંગે તેની પત્નીના ફોન પર નોટિફિકેશન અાવતાં રહ્યાં.
બિઝનેસમેનની પત્નીને તેના પતિ પર શંકા ગઈ અને તેણે પતિને ડિવોર્સ અાપ્યા. ઉબેરના પ્રવક્તાઅે જણાવ્યું કે અમે ક્યારેય પર્સનલ બાબતો પર જાહેર ટિપ્પણી કરતા નથી. ખાસ કરીને એવા કિસ્સાઅોમાં જ્યારે વાત ડિવોર્સ જેવા ગંભીર મુદ્દે પહોંચી હોય.

http://sambhaavnews.com/

You might also like