આ દિવ્ય વૃક્ષ તમને સમૃદ્ધ બનાવે છે

આપણા ધર્મ તથા જગતના અનેક ધર્મમાં વૃક્ષનો અપાર મહિમા ગવાયો છે. હિંદુ ધર્મમાં કેટલાંક વૃક્ષને ખૂબ પવિત્ર તથા પૂજનીય મનાયાં છે. આ વૃક્ષોનાં પૂજન અર્ચનથી તમે ઝડપથી સમૃદ્ધિવાન તો બનો જ છો સાથે સમાજમાં તમારું માન સન્માન પણ ખૂબ વધે છે. આથી કહી શકાય કે જો આ પવિત્ર વૃક્ષોનું તમે પૂજન અર્ચન કરો અથવા તમારા ઘરના આંગણામાં ઊગેલાં હોય તો તમે ખૂબ ઐશ્વર્યવાન તથા અપાર સુખ ભોગવનાર બની જશો. તેમાં કોઇ બેમત નથી. આવો આપણે અંગે વિસ્તારથી અત્રે જોઇએ.
અશોક વૃક્ષઃ આ વૃક્ષ આસોપાલવના વર્ગનું છે. જોકે તે એક પ્રકારનો આસોપાલવ કહી શકાય, પરંતુ જો તમે અશોક વૃક્ષનાં પુષ્પનો ગુચ્છો જુઓ તો તમે ગુલાબને ભૂલી જાવ, કમળને પણ ભૂલી જાવ.

તેટલાં સુંદર પુષ્પ તેનાં હોય છે. આશરે ૧૦૦થી પ૦૦ વર્ષનું આ વૃક્ષનું આયુષ્ય હોય છે. કેટલાક દેશમાં તે ૧,૦૦૦ વર્ષ પણ જીવે છે. રાવણની લંકામાં અશોક વાટિકા હતી. તેમાં આ વૃક્ષ સૌથી વધુ હતાં. જેથી લંકામાં પુષ્કળ સમૃદ્ધિ હતી. ત્યાં કોઇ જાતનો શોક નહોતો. સીતાજીને લાવ્યા પછી રાવણે તેમને અશોક વાટિકામાં રાખ્યાં હતાં. અશોક વૃક્ષ ખૂબ પવિત્ર તથા અપાર સમૃદ્ધિ આપનાર તથા દુઃખનો નાશ કરનાર છે. આ વૃક્ષ ઘરનાં આંગણામાં કે કુંડામાં વાવવાથી તમે ખૂબ સમૃદ્ધિવાન બનશો. તમારાં બધાં દુઃખ દૂર થઇ જશે. આ વૃક્ષનો છોડ વાવવાથી આ લેખકને ઘણો સુખદ તથા દિવ્ય અનુભવ થયો છે. આ વૃક્ષ વાવી તમારાં દુઃખ દૂર કરો. સમૃદ્ધિવાન બનો. આ વૃક્ષનાં પાન આસોપાલવ જેવાં છે. તે પૂજનમાં વપરાય છે.

આમળાંઃ ખૂબ દિવ્ય ઔષધીય ગુણ ધરાવનાર આ ક્ષુપ છે. આ વૃક્ષ નથી કે નથી છોડ આને તમે વૃક્ષ તથા છોડની વચ્ચેના વર્ગમાં એટલે કે ક્ષુપ ગણી શકો. આમળું જ્યાં હોય ત્યાં રોગ દોષ નથી આવતા. આ દિવ્ય વનસ્પતિ હોવાથી તે જ્યાં હોય ત્યાં પુષ્કળ વંશ વિસ્તારે છે. પુત્ર, પુત્રાદિકનો પાર રહેતો નથી. આ ક્ષુપ ‌દિવ્ય હોવાથી તમને ખૂબ ઝડપની ધનવાન તથા પુષ્કળ પુત્ર પુત્રાદિક આપનાર છે. આમળાં તેનાં ફળ છે. આમળાં ત્રિદોષ દૂર કરે છે. આમળાનું નિત્ય સેવન કરવાથી તમને વળિયા, પળિયા આવતાં નથી. ત્રિદોષ (કફ, વાયુ, પિત્ત) દૂર થવાથી તમે નીરોગી રહો છો. તેના પર્ણદંડમાં જેટલાં નાનાં નાનાં પાન હોય છે તેટલાં તમને બાળકો થાય છે. આ ક્ષુપ તમને સમૃદ્ધિ આપે છે.

નારિયેળીઃ પહેલાં દરિયાકાંઠે તથા હવે સર્વત્ર થતું આ વૃક્ષ દિવ્ય છે. તેનું ફળ શ્રીફળ કહેવાય છે. તે જ્યાં હોય ત્યાં પુષ્કળ લક્ષ્મી આવે છે. બહુધા આ વૃક્ષ દરિયા કિનારે અથવા જ્યાં
પુષ્કળ લક્ષી હોય ત્યાં વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે. તમારા ઘરનાં આંગણામાં આ વૃક્ષ વાવો. •

You might also like