કાર પલટી ખાઈ જતાં દંપતીનું મોત નીપજ્યુંઃ બેને ગંભીર ઈજા

અમદાવાદ: મહેસાણા-વીસનગર રોડ પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં દંપતીનું ગંભીર ઈજા થવાના કારણે ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે બે વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
અા અંગેની વિગત એ‍વી છે કે વીસનગર ખાતે યોજાયેલો લગ્ન પ્રસંગ પતાવી ગોઠવા ગામનો એક પરિવાર રાત્રીના સમયે પરત ફરી રહ્યો હતો ત્યારે મહેસાણા-વીસનગર રોડ પર ઘાઘરેટ ગામ પાસે રોડ વચ્ચે નીલ ગાય અાવી જતાં કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને કાર પલટી ખાઈ જતાં અા અકસ્માત સર્જાયો હતો. જેમાં ભરતજી રમણજી ઠાકોર, તેમના પત્ની સંગીતાબહેનનું ઘટનાસ્થળે જ મોત થયું હતું જ્યારે મીનાબહેન અને કિરણજીને ગંભીર ઈજાઓ પહોંચતાં સારવાર માટે ખસેડવામાં અાવ્યા હતા.
અા ઉપરાંત અા જ રોડ પર વિજાપુર નજીક બે વાહનો વચ્ચે અકસ્માત થતાં મધુબહેન નામની મહિલાનું ગંભીર ઈજાઓ થવાથી સારવાર દરમિયાન મોત થયું હતું જ્યારે ત્રણ વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. પોલીસે અા અંગે ગુનો દાખલ કરી અાગળની તપાસ હાથ ધરી છે.

You might also like