રાજ્યમાં GPSથી દારૂ પહોંચાડવાના કૌભાંડનો પર્દાફાશ

અમદાવાદ: જીપીએસ. સિસ્ટમનો ઉપયોગ કરી રાજ્યમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો લઇને આવેલા બે કે‌રિયરને વડોદરા ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડ્યા છે. રૂ. ર૦.રપ લાખના વિદેશી દારૂ તથા ટ્રક મળી કુલ રૂપિયા ૩ર લાખનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરા ક્રાઇમ બ્રાંચને બાતમી મળી હતી કે નેશનલ હાઇવે નંબર-૮ ઉપરથી ઇંગ્લિશ દારૂનો જથ્થો એક ટ્રકમાં પસાર થવાનો છે. જે માહિતીના આધારે પોલીસે કપુરાઇ ચોકડી પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન એક ટ્રક પસાર થતાં પોલીસે રોકી હતી. જેમાં તપાસ કરતા ઘઉંની ભૂકી નીચે છુપાવેલ

રૂ. ર૦,રપ,૬૦૦ની કિંમતનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ઇંગ્લિશ દારૂના જથ્થા અને ટ્રક મળી કુલ રૂપિયા ૩ર,૩પ,૧૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ઇંગ્લિશ દારૂ લઇને વડોદરા તરફ આવી રહેલા સંદીપ ઓમપ્રકાશ ડૈલા (જાટ) રહે. માકડી, રાજસ્થાન) અને સંદીપ અગરસિંગ રાવ (જાટ) રહે. ઘરડાના ખુર્દ, રાજસ્થાન)ની ધરપકડ કરી હતી. પોલીસે ટ્રકમાં તપાસ કરતાં ઇંગ્લિશ દારૂ ગુજરાતમાં ઘુસાડવા માટે હાઇટેક ટેકનોલોજી તરીકે જી.પી.એસ. સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

પોલીસે ટ્રકમાં લગાવેલી જી.પી.એસ. સિસ્ટમ પણ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે ઝડપાયેલા આરોપીઓએ જણાવ્યું હતું કે આ ઇંગ્લિશ દારૂનો જથ્થો હ‌િરયાણાના સંદીપ સાંગવાને ભરાવ્યો હતો અને જી.પી.એસ. સિસ્ટમ લગાવી આપી હતી.

You might also like