રાજસ્થાન: કોટામાં વધુ વિદ્યાર્થીની આત્મહત્યા, જિલ્લા કલેક્ટરનો પેરેન્ટસને પત્ર

કોટા, મંગળવાર
રાજસ્થાનના કોટામાં વધુ એક વિદ્યાર્થીની અાત્મહત્યાઅે લોકોને ખાસ કરીને માતા-પિતાને વિચારવા પર મજબૂર કરી દીધાં છે. કોટામાં રહેતી ૧૭ વર્ષની વિદ્યા‌િર્થની કૃતિ ત્રિપાઠીઅે અાઈઅાઈટીની પ્રવેશ પરીક્ષા અાપી. અાઈઅાઈટીની પ્રવેશ પરીક્ષાનું રિઝલ્ટ હતું તેના અાગલા દિવસે તેણે બહુમાળી ઇમારત પરથી કૂદીને અાત્મહત્યા કરી.

કૃતિઅે પાંચ પાનાંની સ્યુસાઇડ નોટમાં પોતાનાં માતા-પિતાની માફી માગીને લખ્યું કે મારી એ‌િન્જ‌િનય‌િરંગ નહીં, પરંતુ બીએસસી કરવાની ઇચ્છા હતી. અા અત્યંત કરુણ ઘટનાથી હચમચી ઊઠેલા ત્યાંના જિલ્લા કલેક્ટર રવિકુમાર સુરપુરેઅે કોટાની કો‌િચંગ સંસ્થાઅોમાં અભ્યાસ કરી રહેલા દોઢ લાખ વિદ્યાર્થીઅોનાં માતા-પિતાને લાંબો લાગણીસભર પત્ર લખ્યો છે. પાંચ પાનાંના એ પત્રઅે ત્યાંની તમામ કો‌િચંગ સંસ્થાઅો સુધી પહોંચાડવામાં અાવ્યો છે.

અા પત્રનો હિન્દી તથા અન્ય સ્થાનિક ભાષામાં અનુવાદ કરીને તમામ વિદ્યાર્થીઅોનાં માતા-પિતાને મોકલવામાં અાવશે. અા પત્રમાં અાત્મહત્યા કરનારા વિદ્યાર્થીઅો સંદર્ભે કલેક્ટરે લખ્યું છે કે અે વિદ્યાર્થીઅોની માનસિક પીડા કેટલી વધી ગઈ હશે, જેમને પોતાનાં માતા-પિતા જે ભણાવવા ઇચ્છે છે તેના કરતાં મૃત્યુને વહાલું કરવું વધુ સારું લાગ્યું હશે.

તેમણે માતા-િપતાને સંબોધીને લખ્યું છે કે તમે તેમને બે સારા શબ્દો કહો, જેમ કે તારાથી બનતા પ્રયત્ન કર અને પરિણામની ચિંતા છોડી દે. તમે બાળકને જો અાવું કહેશો તો અા શબ્દોથી અસરકારક બીજું કાંઈ જ નહીં હોય. માત્ર અા ચાર શબ્દથી અનેક જિંદગીઅો બચી જશે. સારું પરિણામ લાવવા માટે ધાકધમકી અાપીને સંતાન ગુમાવનારાં માતા-પિતાને શું મળ્યું.

જિલ્લા કલેક્ટર સુરપુરે પોતાના અે સંવેદનશીલ પત્રમાં મમ્મી-પપ્પાને અાજીજી કરી છે કે મહેરબાની કરીને તમારાં સ્વપ્ન અને અપેક્ષાઅોનો હાર તમારા બાળક પર ન લાદો. તેમને તેમની ક્ષમતા પ્રમાણે અને ઇચ્છે તે કરવા દો.  અા પત્ર લખવા ઉપરાંત ત્યાંના જિલ્લા પ્રશાસને ત્યાંની કો‌િચંગ સંસ્થાઅોમાં ભણતા વિદ્યાર્થીઅોનું સ્ટ્રેસ લેવલ અને અેન્ગ્ઝાઇટી લેવલ જાણીને તેનું ફીડબેક પણ મગાવ્યું છે. કૃતિની અાત્મહત્યા બાદ જિલ્લા તંત્ર જાગ્યું છે.

ઉલ્લેખનીય છે કે ૨૦૧૫ના વર્ષમાં કોટામાં સ્પર્ધાત્મક પરીક્ષાઅોની તૈયારી કરતા ૧૯ વિદ્યાર્થીઅોઅે અાત્મહત્યા કરી હતી. જિલ્લા કલેક્ટરે પોતાના પત્રમાં બીજી એક એ વાત પર પણ ભાર મૂક્યો છે કે એ‌િન્જ‌િનય‌િરંગ અને મે‌િડકલ સિવાય કાર‌િકર્દીના અન્ય પણ વિકલ્પ છે. તેના વિષે વિચારો. જીવન અત્યંત સુંદર અને અણમોલ છે. પરીક્ષા પાસ કરવી અે સર્વસ્વ નથી.

You might also like