જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીની મતગણતરીઃ જાણો ક્યાં થઈ ભાજપ-કોગ્રેસની જીત?

આજે બે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીની મતગણતરી શરૂ થઈ ગઈ છે. એવામાં કેટલીક સીટોના પરિણામો પણ આવી ગયા છે. દાંતા તાલુકા પંચાયતની બંને બેઠકો પર ભાજપની જીત થઈ છે.

અંબાજી-1 બેઠક પર ભાજપના મંજુબેન વણજારની જીત થઈ છે અને અંબાજી-2 બેઠક પર ભાજપના વિજય દેસાઈની જીત થઈ છે. આજે બે જિલ્લા પંચાયત અને 17 તાલુકા પંચાયતની તાજેતરમાં જ સંપન્ન થયેલી ચૂંટણીના પરિણામો જાહેર થશે.

જેમાં બનાસકાંઠા અને ખેડા જિલ્લાપંચાયતની મતગણતરી અને અન્ય 17 તાલુકા પંચાયતની મતગણતરી હાથ ધરાશે. તો આ સાથે કેટલીક તાલુકા પંચાયતની બેઠકોની પેટા ચૂંટણીના પરિણામો પણ જાહેર થશે.

જેમાં તાપી, ભરુચ, સુરેદ્ર નગર, આણંદ, અને ભાવનગર જિલ્લાની તાલુકા પંચાયતોની કેટલીક બેઠકોનો સમાવેશ થાય છે. જિલ્લા પંચાયતની મતપેટીઓ ખૂલતાંના ગણતરીના કલાકોમાં જ જિલ્લાપંચાયતના 273 ઉમેદવારોનું ભાવિ નક્કી થશે તો 17 તાલુકા પંચાયતના 1005 ઉમેદવારોના ભાવિનો ફેંસલો થશે.

– ગાંધીનગર તા.પં.ની રાંધેજા બેઠક ઉપર ભાજપના નંદુભાઈ પટેલનો વિજય
– ગાંધીનગર તા.પં.ની આદરજ મોટી બેઠક ઉપર ભાજપના ભરતજી ઠાકોરનો વિજય
– ગાંધીનગર તા.પં.ની ભાટ બેઠક ઉપર કોંગ્રેસના પ્રકાશ કુમાર વણીયાનો વિજય

– કપડવંજ તા.પ.ની ઘડીયા બેઠકમાં કોંગ્રેસની જીત
– કપડવંજ તાલુકા પંચાયતની અતારોલી બેઠક પર ભાજપની જીત
– કપડવંજ તા.પ.ની કેવડિયા બેઠક પર અપક્ષનો વિજય
– કઠલાલ તા.પ.ની.અનારા બેઠકમાં ભાજપનો વિજય
– કઠલાલ તા.પં.ની છીપડી બેઠકમાં ભાજપનો વિજય
– કઠલાલ તા.પ.ની અરેડ બેઠકમાં કોંગ્રેસનો વિજય

– ભાભર તા.પં.ની કપરૂપુર બેઠક ઉપર ભાજપના ઉમેદવારનો વિજય
– થરાદ તા.પં.ચાની દુધવા બેઠક પર ભાજપનો વિજય
– થરાદ તા.પં.ની રાહ બેઠક પર ભાજપનો વિજય
– થરાદ જિ.પં.ની ભોરડું બેઠક ઉપર ભાજપના રૂપસી ભાઈ પટેલનો વિજય
– થરાદ જિ.પં.ની મોરથલ બેઠક ઉપર કોંગ્રેસના માગીલાલ પટેલનો વિજય

– ધાનેરા તા.પં.ની જાડી બેઠક પર ભાજપનો વિજય
– ધાનેરા તા.પં.ની ચારડા સીટ ઉપર કોંગ્રેસ નો વિજય
– ધાનેરા તા.પં.ની વાસણમાં ભાજપનો વિજય
– ધાનેરા તા.પં.ની હડતા સીટ પર કોંગ્રેસનો વિજય
– ધાનેરા તા.પં.ની ધાખા સીટ પર કોંગ્રેસનો વિજય
– ધાનેરા તા.પ.ની મગરવા સીટ પર કોંગ્રેસનો વિજય
– ધાનેરા તા.પં.ની જોરાપુરા બેઠક પર કોંગ્રેસની જીત

– દાંતા તા.પં.ની ઝામરૂ બેઠક પર કોંગ્રેસનો વિજય
– દાંતા તા.પં.ની ગંગવા-6 બેઠક પર કોંગ્રેસનો વિજય઼

– ડીસા તા.પં.ની મહાદેવીયા બેઠક ઉપર ભાજપનો વિજય
– ડીસા તા.પં.ની કંસારી બેઠક પર ભાજપનો વિજય
– ડીસા તાલુકાની જુનાડીસા-1માં કોંગ્રેસનો વિજય
– દિયોદર તા.પં.ની કોટડા બેઠક પર કોંગ્રેસના દેસાઈ કરસનભાઈનો વિજય
– દિયોદર તા.પં.ની લુદ્રા બેઠક પર કોંગ્રેસનો વિજય
– અમીરગઢ જિલ્લા પંચાયતની ઢોલિયા બેઠક પર ભાજપનો વિજય

– ગણદેવી તા.પં.ની ધકવાડા અને કછોલી બેઠક પર ભાજપનો વિજય
– નવસારી તા.પં.ની સાદકપોર બેઠક ઉપર ભાજપના શંકરભાઈ રાઠોડનો વિજય
– મેઘરજ તા.પં.ની કુણોલ સીટ પર ભાજપનો વિજય

જિલ્લા પંચાયતની બેઠકોનું પરિણામઃ
– બનાસકાંઠા જિ.પં.ની ખંડોર ઉમરી બેઠક ઉપર કોગ્રેસના વાલકીબેન પારધીનો વિજય
– ખેડા જિ.પં.ની માતર બેઠક ઉપર ભાજપના બાબુભાઇ પરમાર વિજેતા
– ખેડા જિ.પં.તની અનારા બેઠક ઉપર ભાજપની જીત
– ખેડા જિ.પં.ની લીમ્બાસી બેઠક પર ભાજપનો વિજય
– ખેડા જિ.પં.ની માસર બેઠક ઉપર ભાજપના આશાબેન ચાવડાનો વિજય
– ખેડા જિ.પં.ની પાલી બેઠક પર ભાજપનો વિજય
– ખેડા જિલ્લા પંચાયતની ઉન્દ્રા બેઠક પર કોંગ્રેસનો વિજય
– ખેડા જિ.પં.ની કનીજ બેઠક ઉપર ભાજપની જીત
– ભાવનગર જિ.પં.ની ઘેટી ગામ પેટા ચૂંટણી સીટ પર ભાજપની જીત

You might also like