રૂ. દસ લાખ કરતાં વધુના વિવાદિત કેસને આઈટી ટ્રિબ્યૂનલમાં લઈ જઈ શકાશે

મુંબઇ: સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ-સીબીડીટીએ કરદાતાના કેસોના કાનૂની વિવાદની પ્રવૃત્તિ ઉપર અંકુશ મૂકવા નાણાકીય સીમા વધારી દીધી છે. જે અંતર્ગત ઇન્કમટેક્સ અધિકારી હવે ઇન્કમટેક્સ એપેલેટ ટ્રિબ્યૂનલમાં દસ લાખ અથવા દસ લાખથી વધુની રકમના કેસો જ લઇ જઇ શકાશે.

આ મર્યાદા આ અગાઉ રૂ. ચાર લાખની હતી. એ જ પ્રમાણે હાઇકોર્ટમાં વીસ લાખ કે તેથી વધુ રકમના વિવાદિત કેસોની અપીલ કરી શકાશે. આ અગાઉની મર્યાદા રૂ. દસ લાખ હતી.
સીબીડીટીએ ૧૦ ડિસેમ્બરે બહાર પાડેલા દિશા નિર્દેશો અનુસાર વિવાદિત કેસ સંબંધી સુપ્રીમ કોર્ટમાં સ્પેશિયલ લિવ પિટિશન દાખલ કરવા માટે વર્તમાન રૂ. ૨૫ લાખની નાણાકીય મર્યાદા યથાવત્ જાળવી રાખી છે. કરદાતા એસેસમેન્ટ અંગે વિવાદિત ઇન્કમટેક્સ સંબંધી કેસ ઇન્કમટેક્સ ઓથોરિટી કમિશન ઓફ ઇન્કમટેક્સ અપીલમાં લઇ જઇ શકે છે. ત્યાર બાદ એપેલેટ ઓથોરિટી, હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં કેસ લઇ જાય છે.

સીબીડીટીએ મર્યાદા વધારતાં હવે વિવાદિત કેસોનું ભારણ ઘટશે. એટલે કે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટમાં પડતર અપીલો છે તે પણ પાછી ખેંચાશે.

You might also like