કોંગ્રેસના મુખપત્રમાં વિવાદિત લેખ: સરદાર પટેલ હીરો, નેહરુ વિલન, સોનિયા ગાંધીના પિતા ફાસિસ્ટ!

મુંબઈ: કોંગ્રેસના સ્થાનિક મુખપત્ર કોંગ્રેસ દર્શનમાં પક્ષના અધ્યક્ષ સોનિયા ગાંધી વિશે આપત્તિજનક લેખ પ્રગટ થયો છે. જેમાં સોનિયા ગાંધીના પિતા ફાસિસ્ટ સિપાઈ હતા તેમ જણાવાયું છે.

કોંગ્રેસના મુખપત્રમાં પૂર્વ વડા પ્રધાન જવાહરલાલ નહેરુઅે લીધેલા કેટલાક નિર્ણયો અંગે પણ સવાલો ઉઠાવાયા છે અને આ બાબતને ભૂલ ગણાવી મુખપત્રના સંપાદક સંજય નિરૂપમે તેમાં સુધારો કરવાની વાત કરી છે. જોકે વિપક્ષ તેને હથિયાર બનાવવાની તૈયારીમાં છે. મુખપત્રમાં વધુમાં જણાવાયું છે કે સોનિયાઅે ૧૯૯૮માં સરકાર બનાવવાનો પ્રયાસ કર્યો હતો. જવાહરલાલ નહેરુ સામે સવાલો ઉઠાવતાં મુખપત્રમાં જણાવાયું છે કે જો નહેરુઅે સરદાર પટેલની વાત માની હોત તો આજે જે કાશ્મીર, ચીન, તિબેટ અને નેપાળની જે સમસ્યા છે તે કદાચ ન થઈ હોત.

મુખપત્રના સંપાદકે વધુમાં જણાવ્યું હતું કે આ બાબતે કાર્યવાહી કરવામાં આવશે. સાથોસાથ અે વાત પર પણ ભાર મૂકવામાં આવશે કે આ પ્રકારની ગરબડ ફરી ન થાય. આજે કોંગ્રેસનો ૧૩૧મો સ્થાપના દિવસ છે. ત્યારે આ લેખને લઈને અનેક સવાલો થઈ રહયા છે.

You might also like