વિવાદ બાદ અમિત શાહના પીઅેઅે ફેસબુક પરથી વિવાદિત ફોટા હટાવ્યા

નવી દિલ્હી: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના પર્સનલ અાસિસ્ટન્ટ (પીઅે) રાકેશ મિશ્રાનું ફેસબુક પેજ વીવીઅાઈપી નેતાઅોની સાથે તેમની તસવીરોથી ભરાયેલું રહે છે. અા તસવીરો દ્વારા તેઅો ક્યાંક ને ક્યાંક પોતાનું મહત્ત્વ દર્શાવતા રહે છે. થોડા દિવસ પહેલાં મનોહરલાલ ખટ્ટરની સાથે તેમની એક તસવીરમાં એટલો હંગામો મચી ગયો કે અાખરે તેમને ફોટાવાળી પોસ્ટ ડિલીટ કરવી પડી.

અમિત શાહને મળનારા લોકોઅે સૌથી પહેલાં રાકેશ મિશ્રા પાસેથી પસાર થવું પડે છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની અેપોઈમેન્ટનું કામ પણ તેમની પાસે હોય છે. અા જ કારણ હોય છે કે શાહને મળનારા સાંસદ હોય કે મુખ્યપ્રધાન કે કેન્દ્રીય પ્રધાન, તેઅો ઘણીવાર રાહ જોતા હોય છે, પરંતુ મિશ્રા તેનો લાભ પોતાનો રૂઅાબ વધારવા માટે લે છે.

મોટા નેતાઅો સાથે ફોટાે પડાવીને પોતાના ફેસબુક પેજ પર શેર કરનાર મિશ્રાઅે ૩ નવેમ્બરના રોજ હરિયાણાના મુખ્યપ્રધાન મનોહરલાલ ખટ્ટરની સાથે ફોટો પડાવ્યો. તેમણે તે તસવીર પણ ફેસબુક પર પોસ્ટ કરી. જેમાં એક ફોટામાં ખટ્ટર તેમની ખુરશીનું હેન્ડલ પકડીને ઊભેલા દેખાયા અને મિશ્રા ખુરશી પર બેસી ગયા, પરંતુ અા ફોટા પર પાર્ટીની અંદર ચહલપહલ શરૂ થઈ.

ચર્ચા ત્યાં સુધી ચાલી કે મિશ્રાઅે રોફ જમાવવા માટે અા તસવીર પોસ્ટ કરી, કેમ કે અા પ્રકારની તસવીર સોશિયલ મીડિયામાં નાખવાનો મતલબ ફોટા પરથી સ્પષ્ટ દેખાય છે. શાહ સાથે મુલાકાતવાળા અા ફોટા પર અાવેલી સામાન્ય કોમેન્ટમાં લોકોઅે લખ્યું કે મુખ્યપ્રધાન હોય કે પ્રધાન મિશ્રાની સામે બધા ઊભા રહે છે.

અાવી બધી કોમેન્ટ અાવતાં મિશ્રાઅે તાત્કાલિક ધોરણે પોતાની મોટા ભાગની તસવીરો ફેસબુક પરથી હટાવી લીધી. તેમણે ટીકાઅો પ્રત્યે સહિષ્ણુ થવાના બદલે ટિપ્પણી કરનાર કેટલાક સાથીઅોને અનફ્રેન્ડ પણ કરી દીધા.

You might also like