રસોડામાં વાસણ ધોવા માટે ડિશ સ્પંચનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ તમને જણાવી દઇએ કે એનાથી તમને બીમારીઓ પણ થઇ શકે છે. સ્પંચમાં બેક્ટેરિયા હોય છે જે હેલ્થ માટે ખૂબ ખતરનાક હોય છે. એક રિસર્ચ અનુસાર વાસણ સાઉ કર્યા બાદ ખાવાના કણ એમાં ચોંટી જાય છે, ત્યારબાદ એમાં સડો લાગી જાય છે અને બેક્ટેરિયા પેદા થાય છે.
આ હાથ દ્વારા શરીરની અંદર પહોંચીને નુકસાન પહોંચાડે છે. સ્પંચ જે રોજ સાફ ન કરવાથી બેક્ટેરિયાને પેદા થવામાં વાર લાગતી નથી. જો તમે એવું વિચારતાં હોય કે ડિશ સ્પંચને દરરોજ સાફ કરવાથી બેક્ટેરિયાને પેદા થતાં રોકી દેશો તો એ ખોટું છે. માત્ર સાફ કરવાથી સ્પંચના બેક્ટેરિયાથી છુટકારો મળી શકતો નથી.
એમાં ટાઇફોઇડ, કોલેરા અને ફૂડ પોઇઝિનિંગ ફેલાવનારા બેક્ટેરિયા રહેલા છે. એટલા માટે એને નજરઅંદાજ કરશો નહીં. ગરમ પાણીથી ધોયા બાદ પણ બેક્ટેરિયાનો પૂરી રીતે નાશ થતો નથી. બેક્ટેરિયા એ તાપમાન પર પણ સરળતાથી પેદા થઇ શકે છે. એટલા માટે ડિશ સ્પંચને એક સપ્તાહથી વધારે સમય સુધી ઉપયોગ કરશો નહીં.