ઢિશૂમના કલાકારો બન્યા અમદાવાદના મહેમાન

અમદાવાદ: બોલીવૂડની આવનારી ફિલ્મ ઢિશૂમ માટે આ ફિલ્મની સ્ટારકાસ્ટ અમદાવાદની સિલ્વર ઓક કોલેજમાં પ્રમોશન માટે આવી હતી. પ્રમોશન માટે જોહન અબ્રહામ, જેકલીન ફર્નાન્ડીઝ અને વરુણ ધવન આવ્યા હતા. ત્રણેયે વિદ્યાર્થીઓ સાથે ગુજરાતીમાં વાતચીત કરી હતી. તેમજ ખુબ જ મજા કરી હતી.

બોલીવૂડની આવનારી ફિલ્મ ઢિશૂમ માટે આ ફિલ્મની સ્ટારકાસ્ટ બુધવારે અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. આ ફિલ્મ એક એક્શન થ્રીલર ફિલ્મ છે. ફિલ્મના પ્રમોશન માટે જોહનઅબ્રહામ, જેકલીન ફર્નાન્ડીઝ અને વરુણ ધવન અમદાવાદ શહેરના ગોતા વિસ્તારમાં આવેલી સિલ્વર ઓક કોલેજમાં આવ્યા હતા. ત્રણેયે વિદ્યાર્થીઓ સાથે ગુજરાતીમાં વાતચીત કરી હતી. તેમજ ખૂબ જ મજા કરી હતી. ત્રણેયે આવતાની સાથે જ વિદ્યાર્થીઓને કેમ છો કહીને સંબોધ્યા હતા. ત્રણેમાંથી જોહને વિદ્યાર્થીઓ સાથે ગુજરાતીમાં વધારે વાતચીત કરી હતી.

હવે કોઈપણ ફિલ્મના પ્રમોશન માટે કોલેજો એક મહત્વની જગ્યા બની ગઈ છે એવું લાગી રહ્યું છે.
ફિલ્મની સ્ટારકાસ્ટે કોલેજમાં સ્ટેજ ઉપર ડાન્સ કર્યો હતો. અને વિદ્યાર્થીઓને મનોરંજન પૂરું પાડવા માટે તેમની ફિલ્મ ઢિશૂમના ગીતો ઉપર નાચ્યા હતા. વિદ્યાર્થીઓ પણ મોટા મોટા સ્પીકરના અવાજની વચ્ચે ગીતો ઉપર ખુબ જ ઝૂમ્યા હતા.

આ ત્રણેય કોલેજમાં આવ્યા તેથી વિદ્યાર્થીઓ ખુબ જ ખુશ જોવા મળી રહ્યા હતા. જોહન અબ્રાહમ અને વરુણ ધવને પોતાના સિક્સ પેક પણ બતાવ્યા હતા. તેમને લોકોને પોતાની ફિલ્મ જોવા માટે સંદેશ આપ્યા હતા. આ ત્રણેયને જોવા માટે વિદ્યાર્થીઓની મોટી સંખ્યામાં ભીડ જામી હતી. ઢિશૂમ ફિલ્મ ૨૯ જુલાઈ ના દિવસે સિનેમાઘરોમાં આવવાની છે.

You might also like