તારક મહેતાના ઉલ્ટા ચશ્મા: પરત ફરી દયા, જેઠાલાલ થયા ભાવુક…

તારક મહેતાના ઉલ્ટા ચશ્મા ટીવી સિરિયલમાં જેઠાલાલની પત્ની રોલ કરતી દિશા વાકાણી એટલે કે ‘દયા ભાભી’ સિરિયલમાં પરત ફર્યા છે. તારક મહેતા એપિસોડમાં જેઠલાલ બધાને બતાવે છે કે દયા પરત ફરનારી છે. ટીવી સીરીયલના તારક મહેતાની પત્ની નેહા કહે છે કે તે દયા ભાભીને મળવા ગઇ હતી. તેણે કહ્યું કે કોઇપણ માણસ પોતાની પત્ની વગર રહી શકતો નથી.

દયાને વિચારમાં ડૂબેલી જોઇને જેઠાલાલ પૂછે છે શું થયું ? દયા ભાભી જેઠાલાલને કહે છે તે પોતાના બાળપણના દિવસોને મિસ કરી રહી છે. જ્યારે તે અમદાવાદમાં રહેતી હતી. જેઠાલાલ પણ તેને કહે છે કે તેનું બાળપણ ઘણા પ્રેમભર્યા વાતાવરણમાં પસાર થયું છે. બંને બાળપણને ફરીથી માણવા ઇચ્છે છે.

જેઠાલાલા કહે છે કે તે યાદગારની એ ક્ષણોની સાથે ક્યારેય પણ જીવી શકે છે. જેઠાલાલ પોતાના બાળપણને યાદ કરવા લાગે છે. જેઠાલાલ તારક મહેતાને મળે છે. તારક મહેતા કહે છે કે તેઓ આજે ઘણા ખુશ છે. તે જ સમયે ત્યાં પોપટલાલ-ભિડે પણ આવી જાય છે. ત્યારબાદ બધા પોતાના બાળપણ અંગે પોતાનો અભિપ્રાય જણાવે છે.

You might also like