જ્યારે દિશા પટણીને ‘ભારત’ની શૂટીંગ કરતી વખતે થઈ ઈજા…

‘ભારત’ માટે સ્ટંટ પ્રેક્ટિસ કરતી વખતે બોલિવૂડ અભિનેત્રી દિશા પટણી ગંભીર રીતે ઘાયલ થઈ હતી. સલમાન ખાન અને પ્રિયંકા ચોપરા સ્ટારર ફિલ્મ ભારતમાં ટ્રેપેઝી કલાકારની ભૂમિકા ભજવી રહી છે. ફિલ્મ માટે સ્ટંટ પ્રેક્ટીસ કરતા ફોટો અને વીડિયો પણ તાજેતરમાં સોશિયલ મીડિયા પર આવ્યા હતા. પ્રેક્ટિસ દરમિયાન, ઘૂંટણમાં ઈજા થઈ હતી.

 

Train train❤ @nadeemakhtarparkour88 🤗

A post shared by disha patani (paatni) (@dishapatani) on

હકીકતમાં, જિમ્નેસ્ટિક્સ ક્લાસ લેતી વખતે, તેને ઘૂંટણમાં ઇજા થઈ હતી, ત્યારબાદ તે હવે ફિઝિયોથેરાપીના સેશન લઇ રહ્યા છે. જોકે તે સ્પષ્ટ નથી કે તે ફરીથી શૂટિંગ ક્યારે શરૂ કરી શકશે અથવા તે શૂટિંગ ચાલુ રાખશે? કેટલાક અહેવાલો અનુસાર, ડોકટરોએ તેમને ખૂબ જ શારીરિક પ્રવૃત્તિ અને આરામ કરવાની સલાહ આપી હતી.

 

Just giving it a try 🤪 “front flip”

A post shared by disha patani (paatni) (@dishapatani) on

સુપરસ્ટાર સલમાન ખાન અને પ્રિયંકા ચોપરાના ‘ભારત’માં પ્રિયંકા અને સલમાનની ભૂમિકા સ્પષ્ટ કરવામાં આવી હતી પરંતુ પટણીના રોલની ભૂમિકા અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી. હવે એવા અહેવાલ સામે આવ્યો છે કે ફિલ્મમાં સલમાન ખાનની બહેનની ભૂમિકામાં દિશા જોવા મળે છે. બાગી -2માં ટાઇગર શ્રૉફ સાથે દેખાઈ હતી. ભારતમાં દિશાનો અહમ ભુમિકામાં જોવા મળશે.

You might also like