દિશા પટણીની ફિલ્મે બોલિવૂડનું ગણિત બદલ્યું

બોલિવૂડની સુંદર અભિનેત્રી દિશા પટણીએ ‘એમ.એસ. ધોની’ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું, તેમાં ધોનીની ગર્લફ્રેન્ડના પાત્ર માટે તેને ખૂબ પ્રશંસા મળી. ૨૦૧૩માં તે મિસ ઇન્ડિયા રનર-અપ રહી ચૂકી છે. ત્યારબાદ તેણે મોડલિંગ કર્યું. ત્યારબાદ મોડલિંગની દુનિયામાં જાણીતું નામ બની ગઇ. દરેક વ્યક્તિ તેને પોતાની એડ્માં લેવા લાઇન લગાવતી.

ફિલ્મ ‘બાગી’માં ટાઇગર શ્રોફની ઓપોઝિટ જે પાત્ર શ્રદ્ધા કપૂરે ભજવ્યું તે માટે પહેલાં દિશાને સાઇન કરાઇ હતી, પરંતુ કેટલાક પ્રોબ્લેમના કારણે તેને તે ફિલ્મ છોડવી પડી. ટાઇગર સાથે તેની મુલાકાત આ જ ફિલ્મના સેટ પર થઇ હતી, જોકે તે ‘બાગી’ ન કરી શકી, પરંતુ ટાઇગર સાથેનો તેનો સંબંધ જળવાયેલો રહ્યો. ખૂબ જ જલદી ટાઇગર સાથે દિશાનું અફેર ચર્ચામાં રહ્યું. તેણે ટાઇગર સાથે એક મ્યુઝિક આલબમ ‘બેફિકરા’ પણ કર્યું, જેમાં પેરિસમાં શૂટિંગ વખતે બંને એકબીજાની ખૂબ નજીક આવી ગયાં.

ટાઇગરની સાથે રિલેશન બન્યા પહેલાં દિશા અને નાના પરદાના સ્ટાર પાર્થ સમથાનની વચ્ચે ગહેરી દોસ્તી રહી ચૂકી છે. તે મિત્રતા અફેરમાં બદલાય તે પહેલાં જ બંનેએ અલગ થવાનો નિર્ણય લીધો. નિર્માતા કરણ જોહરે પોતાની પ્રોડક્શન કંપની તરફથી દિશાને એક ફિલ્મની ઓફર કરી, જે તેઓ એકતા કપૂર સાથે મળીને બનાવવા ઇચ્છતા હતા, પરંતુ વાત વચ્ચે જ અટકી ગઇ અને ફિલ્મ રોકાઇ ગઇ.

એકતા તરફથી દિશાને ‘વેનિટી ફેર’ અને ‘વી આર ઇન્ડિયન’ જેવી ફિલ્મોની ઓફર પણ મળી, પરંતુ એકતાને બીજી સની લિયોન ઊભી કરવી હતી. તેથી દિશાએ એ ઓફર ન સ્વીકારી. ટાઇગર ઓપોઝિટ તેની પહેલી ફિલ્મ ‘બાગી-૨’ બોક્સ ઓફિસ પર જબરદસ્ત હિટ રહી. રૂ. ૩૦ કરોડમાં બનેલી આ ફિલ્મે ૧૫૦ કરોડનો બિઝનેસ કરીને બધાંને હેરાન કરી દીધાં. આ ફિલ્મની શાનદાર સફળતા બાદ બોલિવૂડનું ગણિત બદલાઇ ચૂક્યું છે. ટાઇગર શાનદાર ઓફરના ઢગલા પર જઇને બેઠો છે તો બીજી તરફ એવા તમામ મોટા નિર્માતા છે, જે દિશા સાથે ફિલ્મ કરવા ઉતાવળા છે.

You might also like