બોલિવૂડ હૉટ ગર્લ દિશા પટણી બિકીનીમાં જોવા મળી, સાથે ટાઈગર શ્રોફ પણ દેખાયો

દિશા પટણીને બોલિવૂડમાં આવ્યે હજુ લાંબો સમય થયો નથી, પરંતુ પોતાની કમાલની ફિગર અને શાનદાર અભિનયના કારણે પોતાના ગ્લેમરસ અંદાજથી તેણે દર્શકો તથા ઇન્ડસ્ટ્રીના નિર્માતા-નિર્દેશકોનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું છે. સોશિયલ મીડિયા પર સક્રિય રહેનારી દિશા કોઈ ને કોઇ કારણે ચર્ચામાં રહેતી હોય છે, તે પછી તેનો નવો લુક હોય કે પછી ટાઇગર સાથે ઊડતા લવ રિલેશનના સમાચાર. તે ન ઇચ્છવા છતાં પણ ચર્ચાનું કારણ બની જાય છે.

હાલમાં તેની તસવીરો સોશિયલ મીડિયા પર લોકોનું ખૂબ ધ્યાન ખેંચી રહી છે. તાજેતરમાં એક વાર ફરી એવું થયું કે જ્યારે તે પોતાની હોટ ફિગરના કારણે ચર્ચામાં રહી અને ટ્રેન્ડ થવા લાગી. વિદેશમાં તે પોતાના બોયફ્રેન્ડ ટાઇગર શ્રોફ સાથે નવું વર્ષ સેલિબ્રેટ કરી રહી છે. આ દરમિયાન તે બીચ પર બોલ્ડ લુકમાં જોવા મળી.

સમુદ્ર કિનારે રજા માણતી વખતે લેવાયેલી તેની તસવીરો જોઇને દરેક વ્યક્તિ ટોન્ડ ફિગરનાં વખાણ કરી રહી હતી. તેણે પોતાની આ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી, જેને છ લાખથી પણ વધુ લોકોએ લાઇક કરી. તેની શાનદાર ફિટનેસ પાછળ તેની મહેનત છે. હોલિવૂડ એક્ટર જેકી ચેન સાથે ફિલ્મ કૂંગ ફૂ યોગાના શૂટિંગ દરમિયાન િદશા ચીનમાં સ્ક્વેર ડાન્સિંગ શીખી હતી.

આ એક પ્રકારની એક્સર્સાઇઝ છે, જેમાં ખાસ ડાન્સ સ્ટેપ સામેલ છે. તે ખુદ માને છે કે તેનું ફિટનેસ રૂટિન બહુ બિઝી હોય છે. તેથી રિલેક્સ મહેસૂસ કરવા માટે તે ડાન્સને પ્રાથમિકતા આપે છે. ખાસ વાત એ છે કે તે એક ટ્રેઇન્ડ જિમ્નાસ્ટ છે અને પોતાનો જિમ સેશન ક્યારેય મિસ કરતી નથી. પોતાની ખાણી-પીણીમાં પ્રોટીન અને વિટા‌િમનને ભરપૂર સામેલ કરે છે. દિવસભર તે ફ્રૂટ, વેજિટેબલ, બદામ અને મગફળીનું સેવન પણ કરતી રહે છે.

You might also like