ડિસ્કસ થ્રોમાં ભારતની સીમા પુનિયા ક્વોલિફાઇંગ રાઉન્ડમાંથી જ બહાર ફેંકાઈ

રિયો: ઑલિમ્પિક્સની ડિસ્ક્સ થ્રોની ઇવેન્ટમાં ભારતની ૩૩ વર્ષીય સીમા પુનિયા ક્વોલિફાઇંગ રાઉન્ડમાં ૫૭.૫૮ મીટરના થ્રો સાથે છેક ૨૦મા નંબરે આવી હતી અને ફાઇનલ માટે ક્વૉલિફાય ન થતાં બહાર થઈ ગઈ હતી. તેણે પ્રથમ રાઉન્ડમાં ડિસ્કને ૫૭.૫૮ મીટર દૂર ફેંકી હતી. બીજા રાઉન્ડમાં ફાઉલને કારણે તેની પ્રગતિને આંચકો લાગ્યો હતો. ત્રીજા રાઉન્ડમાં તેણે ડિસ્કને ૫૬.૭૮ મીટર દૂર ફેંકી હતી અને ગ્રૂપ ‘બી’માં નવમા નંબરે રહી હતી. જોકે, એકંદરે તેનો ક્રમ ૨૦મો હતો અને રમતોત્સવમાંથી તેના પડકારનો અંત આવી ગયો હતો. તે ૬૨.૬૨ મીટરના પોતાના બેસ્ટ અંતરથી પણ ઘણી દૂર રહી ગઈ હતી.

You might also like