થાઇલેન્ડની ગુફામાં ફસાયેલ બાળકોના બચાવ અભિયાન દરમિયાન દુર્ઘટના

બેંગકોક: થાઇલેન્ડની ગુફામાં ફસાયેલાં ૧ર બાળકો અને તેમના ફૂટબોલ કોચને બચાવવા માટેના અભિયાન દરમિયાન એક મોટો અકસ્માત થયો છે. બચાવ અભિયાન માટે પહોંચેલા એક નેવી સીલ કમાન્ડોનું મોત થયું છે. જોકે રાહત અને બચાવ અભિયાન જારી છે. બચાવ ટુકડીને પ્રતિકૂળ હવામાનનો સામનો કરવો પડી રહ્યો છે.

હવામાન વિભાગે બે દિવસ બાદ ત્યાં એક અઠવાડિયા સુધી ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. આ બાળકો ચિઆંગ પ્રાંતના થામ લુઆંગ ગુફામાં ફસાયેલ છે. ત્યાંથી બહાર નીકળવું ખૂબ જ મુશ્કેલ છે. કારણ કે ત્યાં ચારે બાજુ પાણી ફેલાયેલું છે. રસ્તો એકદમ સાંકડો છે. ચોમેર અંધારું છે અને કાદવ હોવાને કારણે બાળકોને ત્યાંથી બહાર કાઢવામાં મુશ્કેલી પડી રહી છે.

ભારતે પણ રાજ્ય સરકારને મદદ કરવાની અપીલ કરી છે. ચિઆંગ રાઇના ગવરનર નારોંગસાક ઓસોથાનકોર્ને જણાવ્યું હતું કેે અગાઉ અમારા માટે સમય લઇને પડકાર હતો, પરંતુ હવે હવામાન પડકારરૂપ બની ગયું છે.

ભારે વરસાદની આગાહીને કારણે ગુફાની અંદર પાણીનું સ્તર વધવાની શકયતા છે અને તેની ફસાયેલા બાળકો માટે જોખમ વધી શકે છે. ગુફાના પ્રવેશદ્વારથી લઇને જે સ્થળે બાળકો અને તેમના કોચે અાશ્રય લીધો છે તે સ્થાન સુધી પહોંચવામાં ૧૧ કલાકનો સમય લાગી શકે છે.

You might also like