જાહેર ક્ષેત્રની ઈન્સ્યોરન્સ કંપનીના IPO માં નિરાશાજનક રિટર્ન

અમદાવાદ: એક વર્ષમાં ઇન્સ્યોરન્સ સેક્ટર સાથે જોડાયેલી છ કંપનીઓના આઇપીઓ આવ્યા હતા, જેમાં ન્યૂ ઇન્ડિયા, જનરલ ઇન્સ્યોરન્સ જેવી જાહેર ક્ષેત્રની કંપનીઓના આઇપીઓ પણ આવ્યા હતા, પરંતુ ખાનગી કરતાં જાહેર ક્ષેત્રની ઇન્સ્યોરન્સ કંપનીના આઇપીઓમાં નિરાશાજનક હાલ રિટર્ન જોવા મળી રહ્યું છે.

નોંધનીય છે કે ૧૩ નવેમ્બરે ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપનીના આઇપીઓનું લિસ્ટિંગ થયું હતું, જેનો હાલ ૨૧ ટકાના ઘટાડે શેરનો ભાવ જોવા મળી રહ્યો છે, જ્યારે જનરલ ઇન્સ્યોરન્સ કંપનીનો આઇપીઓ ૨૫ ઓક્ટોબર, ૨૦૧૭ના રોજ લિસ્ટ થયો હતો. ૯૧૨ના ભાવે કંપનીએ શેર ઇશ્યૂ કર્યો હતો. હાલ ૧૫ ટકાના ઘટાડે શેર ટ્રેડિંગમાં જોવા મળી રહ્યો છે.

એ જ પ્રમાણે એસબીઆઇ લાઇફ ઇન્સ્ટોરન્સ કંપનીનો આઇપીઓ ૩ ઓક્ટોબરે શેર લિસ્ટ થયો હતો. હાલ આ શેર બે ટકાના ઘટાડે ટ્રેડિંગમાં જોવા મળી રહ્યો છે. કંપનીએ ૭૦૦ના ભાવે શેર ઈશ્યૂ કર્યો હતો. હાલ ૬૮૩.૮૦ના ભાવે શેર હાલ ટ્રેડિંગમાં જોવા મળી રહ્યો છે.

તાજેતરમાં જ નવેમ્બર મહિનામાં એચડીએફસી સ્ટાન્ડર્ડ લાઇફ ઇન્સ્યોરન્સનો આઇપીઓ આવ્યો હતો. છેલ્લા એક વર્ષના આઇપીઓમાં સૌથી વધુ રિટર્ન આ આઇપીઓમાં મળી રહ્યું છે. ૨૨૯ના ભાવે કંપનીએ શૂર ઇશ્યૂ કર્યો હતો. હાલ આ શેર ૪૪૭ના ભાવે ટ્રેડિંગમાં જોવા મળી રહ્યો છે.

એ જ પ્રમાણે આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડ અને આઇસીઆઇસીઆઇ પ્રૂડેન્શિયલ કંપનીના આઇપીઓમાં હાલ અનુક્રમે ૨૬.૦૫ ટકા અને ૨૮.૪૭ ટકા રિટર્ન મળી રહ્યું છે.

બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે આઇપીઓ બજારમાં પાછલા એક વર્ષથી એવરેજ ૨૦થી ૩૦ ટકા રિટર્ન છૂટી રહ્યું છે, પરંતુ ઇન્સ્યોરન્સ સેક્ટર તેમાં અપવાદરૂપ સાબિત થયું છે. ખાસ કરીને જાહેર ક્ષેત્રની ઇન્સ્યોરન્સ કંપનીના શેરમાં નિરાશાજનક મૂવમેન્ટ નોંધાઇ છે, જોકે આગામી બજેટમાં ઇન્સ્યોરન્સ સેક્ટરને રાહત મળે તેવી શક્યતાઓ હોવાનો મત વ્યક્ત કર્યો હતો.

કંપનીનું નામ ઈશ્યૂ તારીખ ઈશ્યૂ હાલનો ટકાવારીમાં
ભાવ ભાવ વધ-ઘટ
એચડીએફસી સ્ટાન્ડર્ડ લાઈફ ૧૭.૧૧.૨૦૧૭ ૨૯૦ ૪૪૭૮ + ૫૪.૪૧ ટકા
ન્યૂ ઇન્ડિયા ઈન્સ્યોરન્સ ૧૩.૧૧.૨૦૧૭ ૮૦૦ ૬૩૧.૮ – ૨૧.૦૩ ટકા
જનરલ ઈન્સ્યોરન્સ ૨૫.૧૦.૨૦૧૭ ૯૧૨ ૭૭૨.૮૫ -૧૫.૨૬
એસબીઆઇ લાઈફ ઇન્સ્યો. ૦૩.૧૦.૨૦૧૭ ૭૦૦ ૬૮૩.૮ -૨.૩૧
ICICI લોમ્બાર્ડ ૨૭.૦૯.૨૦૧૭ ૬૬૧ ૮૩૩.૨ ૨૬.૦૫
ICICI પ્રૂડેન્શિયલ ૨૯.૦૯.૨૦૧૬ ૩૩૪ ૪૨૯.૧ ૨૮.૪૭

You might also like