નારાજ પાકિસ્તાને ટ્વિટર પર પ્રતિબંધ મૂકવાની ધમકી આપી

ઇસ્લામાબાદ: પાકિસ્તાને સોશિયલ મીડિયાની દિગ્ગજ કંપની ટ્વિટર પર પ્રતિબંધ મૂકવાની ધમકી આપી છે. પાકિસ્તાન ટેલિકોમ ઓથોરિટી (પીટીએ) ટ્વિટરને ચેતવણી આપતાં જણાવ્યું છે કે જો ટ્વિટર દેશના કાયદાનું પાલન નહીં કરે તો અમને તેના પર પ્રતિબંધ મૂકવાની ફરજ પડશે.

પાકિસ્તાન ટેલિકોમ ઓથોરિટીએ થોડા સમય પહેલાં ટ્વિટરને પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી વાંધાજનક સામગ્રી (કન્ટેન્ટ) હટાવી લેવા સૂચના આપી હતી, પરંતુ ટ્વિટરે આ વાંધાજનક સામગ્રી હટાવવા કોઇ કાર્યવાહી કરી નહોતી.

પીટીએના ડાયરેકટર નિસાર અહેમદે સેનેટની સ્થાયી સમિતિને જણાવ્યું હતું કે ટ્વિટરને સૂચના આપવામાં આવેલ ૧૦૦ ટકા બાબતોમાંથી ટ્વિટરે માત્ર પાંચ ટકા બાબતમાં જ કાર્યવાહી કરી છે. બાકીની સૂચનાઓની ટ્વિટર દ્વારા સ્ંંપૂર્ણપણે ઉપેક્ષા કરવામાં આવી છે.

તાજેતરમાં કોર્ટના દિશાનિર્દેશો પણ અમે ટ્વિટર સુધી પહોંચાડ્યા હતા, પરંતુ કોઇ જવાબ મળ્યો નથી. પાકિસ્તાન અગાઉ પણ સોશિયલ મીંડિયાની મોટી કંપનીઓને નિશાન પર લઇ ચૂક્યું છે. પાકિસ્તાને ફેસબુક પર બે વખત પ્રતિબંધ મૂૂક્યો હતો, જેમાં પ્રથમ પ્રતિબંધ ર૦૦૮ અને બીજો પ્રતિબંધ ર૦૧૦માં મૂકવામાં આવ્યો હતો. પાકિસ્તાને યુુટ્યૂબ પર પણ બે વખત પ્રતિબંધ મૂક્યો હતો.

You might also like