ટેન્શન ફ્રી રાખનાર સેનેટરી નેપકિનના છે ઘણા નુકસાન

બદલાતા સમયની સાથે સાથે આજકાલ માર્કેટમાં ઘણા પ્રકારના સેનેટરી નેપકિન આવી ગયા છે. જે તમને મહિનાના એ મુશ્કેલીઓ વાલા દિવસોમાં ટેન્શન ફ્રી રાખવાનો દાવો કરે છે. પરંતુ શું તમે કોઇ દિવસ વિચાર્યું છે કે ટેન્શન ફ્રી રાખનાર સેનેટરી નેપકિન્સ તમારા માટે ઘણી સમસ્યાઓ દૂર કરી શકે છે. નથી ખબર ને? તો તમને એ જાણીને ખૂબ જ નવાઇ લાગશે કે આ સેનેટરી નેપકિન્સના ઉપયોગથી કેન્સર અને યીસ્ટ ઇન્ફેક્શન જેવી બીમારીઓ પણ થઇ શકે છે.

1. સરવાઇકલ કેન્સર
સૌથી પહેલા જણાવી દઇએ કે સેનેટરી પેડ્સને સારા બનાવવા માટે એટલે કે એન્જોર્વિગ માટે એમાં સેલ્યૂલોઝનો ઉપયોગ કરવામાં આવે છે. જે સ્વાસ્થ્યના હિસાબથી જરા પણ સારું નથી. જો કે આજકાલ મહિલાઓમાં સરવાઇકલ કેન્સર વધારે જોવા મળે છે. એવામાં મહિલાઓને સૌથી વધારે થતાં સરવાઇકલ કેન્સર પાછળ આ એક કારણ પણ જવાબદાર છે.

2. ઘણી બધી બિમારીઓ
તમને ખબર ના હોય તો જણાવી દઇએ કે સેનેટરી પેડ્સ અને ટેમ્પૂન્સમાં ડાયોક્સિન હોય છે. જે રિપ્રોડક્ટિવ ઓર્ગન્સની આસપાસ કારણ વગરના સેલ્સના ગ્રોથને વધારવાનું કામ કરે છે. તો બીજી બાજુ ઓબ્ઝર્વિંગ પાવરને વધારવા માટે એમાં રેયોન અને ડિયોક્સિનનો ઉપયોગ પણ કરવામાં આવે છે. આ ઉપરાંત એમાં પોલિમર્સ, પ્લાસ્ટિક ટોપ લેયર, પ્લાસ્ટિક બેકસીટ અને સિલિકન પેપર, હોટ મેલ્ટ સીલ પણ રહેલા હોય છે.

3. પ્રેગનેન્સી સમસ્યા
તમે ઘણા સેનેટરી નેપકિનમાં જોયું હશે કે સ્મેલને દૂર કરવા માટે એમાં ડિઓડરેટ્સનો ઉપયોગ કરવામાં આવેલો હોય છે. એવામાં પેડ્સમાં ઉપયોગ કરવામાં સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર પડે છે. અને પ્રેગનેન્સી સંબંધિ પણ સમસ્યાઓ થઇ શકે છે. સાથે બાળકના જન્મ સમયે કોમ્પલીકેશન પણ આવે છે.

4. બ્લડની પરેશાની
સેનેટરી પેડ્સને બનાવવા દરમિયાન એમાં ઘણા પ્રકારના પેસ્ટીસાઇડ્સનો પણ ઉપયોગ કરવામાં આવે છે જે બ્લડના ક્લોટિંગથી લઇને એની ખામી સુધીનું કારણ બની શકે છે. અને આ નાની નાની પરેશાનીઓ આગળ જઇને મોટી સમસ્યા બને છે.

આ સેનેટરી નેપકીન બનાવવા માટે સિથેટિક મટિરીયલનો પણ ઉપયોગ કરવામાં આવે છે જે સારી રીતે સૂકવવામાં મદદ કરે છે. જેનાથી ઇસ્ટ અને બેક્ટેરિયલ ઇન્ફેક્શન થવાનું જોખમ ખૂબ વધી જાય છે.

5. બોડી પાર્ટ્સ ડેમેજિંગ
સેનેટરી નેપકિન્સ ઉપયોગ કરવાથી તમારા બોડી પાર્ટસને પણ ખૂબ જોખમ થઇ શકે છે. જણાવી દઇએ કે નેપકિન્સ અને ટેમ્પૂન્સને બનાવવામાં એક પ્લાસ્ટિસાઇઝર્સનો ઉપયોગ કરવામાં આવે છે જે ધીરે ધીરે બોડી પાર્ટ્સને ડેમેડ કરવા લાગે છે.

6. મરવાનું કારણ
સેનેટરી નેપકિન અથવા ટેમ્પૂન્સને 4 થી 5 કલાકની અંદર બદલવું ખૂબ જ જરૂરી છે તમને જણાવી દઇએ કે એવું ન કરવાથી તમે શોક સિંડ્રોમનો શિકાર બની શકો છો જે તમારા મરવા સુધીનું કારણ બની શકે છે.

VISIT: http://sambhaavnews.com/

You might also like