સાવધાન! આચાર ખાવાના શોખીન છો? તો થઇ શકે છે હાર્ટ એટેક

ભારતના લોકો આચાર વિના જમવાનું જમતા નથી. ચટપટા અથાણાના તમે પણ શોખીન હશો પરંતુ WHOની રિપોર્ટ અનુસાર અથાણા ખાવા સ્વાસ્થય માટે ઘણા નુક્સાનકારક છે.

આચાર ભલે ખાવાના સ્વાદને જોરદાર કરી દે છે પરંતુ સ્વાસ્થ અને દિલ માટે ખૂબ જ ખતરનાક છે.

આથાણા બનાવતી વખતે પુષ્કળ પ્રમાણમાં મીઠા અને તેલનો ઉપયોગ થાય છે. સાથે સાથે ઘણા જાતના મસાલાનો પણ ઉપયોગ થાય છે. તો આ બધી ચીજવસ્તુઓ સૌથી વધારે નુકસાન કરે છે. દરેક લોકોને ખબર છે કે વધારે મીઠું ખાવાથી બ્લડ પ્રેશર અને દિલની બિમારી થવાનો ખતરો છે. મીઠાનું વધારે પ્રમાણ બ્લડ પ્રેશર વધારી દે છે.

એટલે સુધી કે શરીરમાં પાણનું પ્રામણ વધી જવાના કારણે શરીરમાં સોજો અને વોટર રિટેન્શનનો પ્રોબ્લેમ પણ થાય છે. WHOના પ્રમાણે દરરોજે ડાઇટમાં 5 ગ્રામ મીઠાની જરૂર પડે છે. પરંતુ એક ચમચી આચારમાં આના કરતાં પણ વધારે મીઠું હોય છે. ઘરે બનાવેલા અથાણામાં તમે પ્રિર્જવેટિવના રૂપમાં મીઠાનો ઉપયોગ કરી શકો છો પરંતુ માર્કેટમાં જે આચાર મળે છે તેમાં પ્રિર્જવેટિવના રૂપમાં સોડિયમ બેનજોએટ હોય છે. જે ઓક્સિજનનું પ્રામણ ઓછું કરી દે છે અને રોગપ્રતિકારક ક્ષમતાને નબળી પાડી દે છે.

અથાણાને બનાવતી વખતે તેને બહારના ભેજથી બચાવવા માટે તેલમાં ડુબાડીને રાખે છે. આ કારણથી વધારે તેલનો ઉપયોગ કરવામાં આવે છે. વધાર પડતું તેલ કોલેસ્ટ્રોલમાં વધારો કરે છે. જે દિલની બિમારીઓને આમંત્રણ આપે છે.

એક અભ્યાસમાં વાત સામે આવી છે કે શાકભાજી વાળા અથાણાનું સેવન કરવાથી ગેસ્ટ્રિક કેન્સનું જોખમ વધી જાય છે. અબ્યાસમાં એ પણ સાબિત થયું છે કે અથાણાના સેવન કરવાથી ઇસોફેગલ કેન્સરનું જોખમ વધી જાય છે.

એટલે સલાહ આપવામાં આવે છે કે રોજ અથાણા ખાશો નહીં, અને જ્યારે પણ ખાવ ત્યારે ઓછી માત્રામાં ખાવ.

You might also like