દિવ્યાંગ અને SC-ST વિદ્યાર્થીઓને IITમાં 100 ટકા ફી માફ!

નવી દિલ્હી: કેન્દ્રીય એચઆરડી મંત્રી સ્મૃતિ ઇરાનીએ કહ્યું કે કેન્દ્ર સરકાર, એસસી, એસટીની સાથે-સાથે-સાથે દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે આઇઆઇટીમાં મફત શિક્ષણ આપવાની યોજના બનાવી રહી છે. તેના સંબંધમાં ઔપચારિક જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.

તેમણે એમ પણ કહ્યું કે આ વિદ્યાર્થીઓની ફી સંપૂર્ણપણે માફ કરવા ઉપરાંત પાંચ લાખ રૂપિયાથી ઓછી આવક ધરાવનાર પરિવારજનોના બાળકોની ફીંમાં 66 ટકાની છૂટ આપવામાં આવશે.

તમને જણાવી દઇએ કે આઇઆઇટીમાં એસસી માટે 15 ટકા, એસટી માટે 7.5 ટકા અને ઓબીસી માટે 27 ટકા અનામણ લાગૂ છે. ફી માં 66 ટકાની છૂટ આપવામાં આવતાં વિદ્યાર્થીઓને લાભ થશે.

સરકાર દ્વારા બનાવવામાં આવેલા નવા નિયમ મુજબ ગરીબી રેખા નીચે (BPL) જીવન પસાર કરનાર પરિવારના બાળકોને આઇઆઇટી ફીમાં છૂટ આપશે. સરકારના આ પગલાંથી દેશની બધી આઇઆઇટીમાં અભ્યાસ કરનાર 50 ટકા વિદ્યાર્થીઓને ફાયદો થશે.

અત્રે ઉલ્લેખનીય છે કે દેશમાં હાલ 22 આઇઆઇટી છે. અત્યાર સુધી સૌથી ઓછી આઇએસએમ ધનબાદમાં 49,842 રૂપિયા છે. જ્યારે સૌથી વધુ ફી આઇઆઇટી જોધપુરમાં 68,000 રૂપિયા હતી. સરકાર દ્વારા ફી વધારવાનો નિયમ લાગૂ થતાં આ સંસ્થાઓ ફીમાં તે પ્રમાણે સરેરાશ વધારો કરશે. દેશમાં કુલ 20 ટ્રીપલઆઇટી અને 31 એનઆઇટી છે.

સરકારી એંજીનિયરિંગ સંસ્થાઓની તુલનામાં દેશની પ્રાઇવેટ એંજીનિયરિંગ કોલોજોની ફી ઘણી વધુ છે. કેટલીક કોલેજોની ફી 5 ટકાથી 10 લાખ રૂપિયા છે.

You might also like