વિકલાંગને પ્લેનમાંથી ઉતારવા બદલ અેરલાઈન્સને રૂ. ૧૦ લાખનો દંડ

નવી દિલ્હી: સેરેબ્રલ પાલ્સીપીડિત મહિલા પેસેન્જર જી. જી. ઘોષને પ્લેનમાંથી ઉતારી દેવાના કેસમાં સુપ્રીમ કોર્ટે સ્પાઈસ જેટ એરલાઈન્સને ૧૦ લાખ રૂપિયાનો દંડ ભરવાનો ફેંસલો સંભળાવ્યો છે. કોર્ટના જણાવ્યા મુજબ જે રીતે પેસેન્જરને પ્લેનમાંથી ઉતારવામાં અાવ્યાં તે અેક પ્રકારની સંવેદનહીનતા હતી. અા ઘટના ૨૦૧૨ની છે, એટલું જ નહીં જજની બેન્ચે સ્પાઈસ જેટને બે મ‌િહનાની અંદર જ દંડની રકમ ભરવા પણ કહ્યું છે.

કેસની સુનાવણી કરતા જ‌િસ્ટસ એ. કે. સિકરી અને અાર. કે. અગ્રવાલની ડિવિઝન બેન્ચે કહ્યું કે ઘોષને પ્લેનમાંથી ઉતારીને ખરાબ વર્તન કરવામાં અાવ્યું. તે ૧૯૩૭ના કાયદા અને સિવિલ અેવિયેશન રિક્વાયરમેન્ટ-૨૦૦૮ની ગાઈડ લાઈન્સનું ઉલ્લંઘન છે. કોર્ટે કહ્યું કે અેરલાઈન્સે કોઈ પણ ડોક્ટરની એડ્વાઈઝ વગર ઘોષને પ્લેનમાંથી ઉતારી મૂકવાનો નિર્ણય લીધો, અા કારણે તેમને મેન્ટલી અને ફિઝીકલી પરેશાનીમાંથી પસાર થવું પડ્યું.

કોર્ટે કહ્યું કે સ્પાઈસ જેટની અા વર્તણૂકથી કોઈ વ્યક્તિના મૂળભૂત અધિકારોનું પણ હનન થયું છે. અાપણે વિકલાંગો પ્રત્યેની દૃષ્ટિ બદલવી જોઈઅે. અાપણે તેમની પ્રત્યે દયા તો બતાવીઅે છીઅે, પરંતુ તેમને મેઇનસ્ટ્રીમમાં લાવવા અંગે કશું જ વિચારતાં નથી. કોર્ટે સિવિલ રાઈટ એક્ટ-૨૦૧૪માં વધુ સુધારાઅો કરવાની વાત કરી.

ઉલ્લેખનીય છે કે ૨૦૧૨માં ૪૬ વર્ષનાં મિસ ઘોષ કોલકાતાથી ગોવા જઈ રહ્યાં હતાં ત્યારે તેમને પ્લેનના પાઈલટે નીચે ઉતારી દીધાં. તેઅો કોલકાતાની ઇન્ડિયન ઇ‌િન્સ્ટટ્યૂટ અોફ સેરેબ્રલ પાલ્સીમાં પ્રોફેસર છે. તેની પાસે કોલકાતા બો‌િર્ડ‌ંગ પાસ હતો, પરંતુ એરલાઈન્સનું માનવું હતું કે તેઅો ટ્રાવેલ કરવામાં સક્ષમ નથી, એટલું જ નહીં તેમને અન્ય પેસેન્જર માટે ખતરારૂપ પણ માનવામાં અાવ્યાં.

You might also like