દિશા પટણીને આમ મળી રોમેન્ટિક ફિલ્મ ‘મલંગ’

બોલિવૂડની હોટ અભિનેત્રી દિશા પટણી ખૂબ જ જલદી સલમાનખાનની ‘ભારત’ ફિલ્મમાં જોવા મળશે. ફિલ્મમાં તે કરતબ કરનારી સર્કસની કલાકાર બની છે. ટાઇગર શ્રોફ સાથે રોમેન્ટિક રિલેશનશિપને લઇ ચર્ચામાં રહેનાર દિશાની હવે ઇન્ડસ્ટ્રીમાં ડિમાન્ડ વધી ગઇ છે.

તેની સાબિતી એ છે કે તેની ઝોળીમાં એક પછી એક સારી ફિલ્મો આવી રહી છે, તેમાંથી એક ફિલ્મ છે ‘મલંગ’. આ ફિલ્મ આવતા વર્ષના વેલેન્ટાઇન ડે પર રિલીઝ થશે. મોહિત સૂરીના નિર્દેશનમાં બનનાર આ રોમેન્ટિક ફિલ્મમાં દિશા સાથે આદિત્ય રોય કપૂર હશે.

ફિલ્મ પર કામ જલદી શરૂ થશે. આ ફિલ્મમાં અનિલ કપૂર પણ મહત્ત્વના રોલમાં હશે. એવું કહેવાય છે કે આ ફિલ્મ ગોવાના ડ્રગ માફિયાની કહાણી છે. ફિલ્મમાં દિશા એક ડાન્સરનો રોલ કરશે, જે ડાન્સ અને એક્શન પણ સરળતાથી કરી શકે છે. ફિલ્મમાં તેને આદિત્ય સાથે પ્રેમ થાય છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર પહેલાં આ ફિલ્મમાં સાનિયા મલ્હોત્રાને સાઇન કરાઇ હતી, પરંતુ જ્યારે મોહિતે ઓડિશન દરમિયાન ડાન્સ અને એક્શનમાં દિશાની સ્ફૂર્તિ અને લગન જોયાં તો તેને આ રોલ માટે ફાઇનલ કરી દીધી. દિશાને દક્ષિણની મેગા બજેટ ફિલ્મ ‘સંઘમિત્રા’ માટે પણ સાઇન કરાઇ છે, જે ફિલ્મથી તે સાઉથમાં ડેબ્યૂ કરશે. ‘સંઘમિત્રા’ એક યોદ્ધા રાજકુમારીની કહાણી છે, જે અત્યંત ખર્ચાળ હશે અને તેના પર લગભગ ૩૫૦ કરોડનો ખર્ચ કરવામાં આવશે. •

You might also like