18 ટકા ટેક્સ કલેકશનમાં થયો વધારો, 10 લાખ કરોડથી વધ્યો: જેટલી

નાણાં પ્રધાન અરુણ જેટલીએ જાણકારી આપતાં જણાવ્યું કે નાણાંકીય વર્ષ 2017-18માં ડાયરેકટ ટેકસ કલેકશન 10,02,607 કરોડ રૂપિયા રહ્યો છે જે ગત વર્ષ કરતાં 18 ટકા વધારે છે. નાણાં પ્રધાન જેટલીએ કહ્યું કે નોટબંધી અને જીએસટીથી અર્થવ્યવસ્થામાં ફોરમલાઇજેશન બનાવ્યું છે, જેનો સીધી આવકમાં વધારો થયો અને અને ઇન્કમટેક્સ રીટર્ન ભરવામાં પણ તેજી જોવા મળી છે.

જેટલીએ ટ્વિટ કરી કહ્યું કે નોટબંધી અને જીએસટીની અસરથી અર્થવ્યવસ્થા ઉચ્ચતર ફોરમલાઇજેશન થયું છે. નાણાંકીય વર્ષ 2016-17ની સરખામણીએ વર્ષ 2017-18માં એક કરોડથી વધારે કરદાતાઓએ ઇન્કમટેક્સ રિટર્ન ભર્યું છે.

નાણાં મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ નાણાંકીય વર્ષ 2017-18માં કુલ 6.84 કરોડ રિટર્ન ભરવામાં આવ્યું. જ્યારે ગત વર્ષે રિટર્ન દાખલ કરનારાઓની સંખ્યા 5.43 કરોડ હતી. આંકડાની દ્રષ્ટિએ આયકર વિભાગની કાર્યક્ષમતા અને ઇમાનદાર કરદાતાઓની સંખ્યામાં વધારો એ વાતને પુષ્ટી આપે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસનની પુષ્ટી કરે છે.

નાણાં પ્રધાન જેટલીના અનુસાર કુલ 6.84 કરોડ આઇટીઆરમાં 6.74 કરોડ આઇટીઆર ઓનલાઇન દાખલ કરવામાં આવ્યા. નાણાંકીય વર્ષના અંતિમ દિવસે 30થી 31 માર્ચ દરમિયાન 56 લાખ આઇટીઆર ભરવામાં આવ્યા.

You might also like