ડિપ્લોમા એન્જિનિયરિંગ માટે કાલે બુકલેટ-‌િપન વિતરણઃ પ જુલાઈએ ફાઈનલ મેરિટ લિસ્ટ

અમદાવાદ: ધો.૧૦નું પરિણામ જાહેર થયા બાદ આગામી ૭ જૂન આવતી કાલથી સમગ્ર રાજ્યમાં ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજોમાં ઓનલાઇન એડમિશનની કામગીરી શરૂ થશે. ર૧ જૂન સીધી રૂ.રપ૦/-ની કિંમતે બુકલેટ અને પિન વિતરણ થશે.

રાજ્યમાં ૩૦ સરકારી, પાંચ ગ્રાન્ટેડ અને ૧૦૪ સેલ્ફ ફાઇનાન્સ ધોરણે ચાલતી કોલેજો છે, જેમાં જુદા જુદા અભ્યાસક્રમોને લગતી ૬૬,રપ૯ બેઠકો છે. ગત વર્ષે આ પૈકી ત્રીજા ભાગની કહેવાય તેટલી ર૩,૩૪૧ બેઠકો ખાલી રહી હતી. સરકારી ૩૦ કોલેજોની ૧૮૪ર, ગ્રાન્ટેડ પાંચ કોલેજોની ૪પ, સેલ્ફ ફાઇનાન્સ ૧૦૦ કોલેજોની ર૦,૪પ૦ મળી કુલ રર,૩૪૧ બેઠકો ખાલી રહી હતી.

ર૧ જૂન સુધી બુકલેટ અને ‌િપન વિતરણ થશે. ૯થી રર જૂન સુધી ઓનલાઇન રજિસ્ટ્રેશન અને ભરેલાં ફોર્મ જમા કરાવવાની પ્રક્રિયા હાથ ધરાશે. ર૭ જૂને પ્રોવિઝનલ લિસ્ટ જાહેર થશે. ૧ જુલાઇ સુધી મોક રાઉન્ડનું રિઝલ્ટ ડિસ્પ્લે થશે. પ જુલાઇએ ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર થશે. પથી ૮ જુલાઇ રાઉન્ડ-૧ માટે ચોઇસ ફિલિંગ અને અાલ્ટ્રેશન હાથ ધરાશે. ૧ર જુલાઇના રોજ એલોટમેન્ટ ઓફ ૧લો રાઉન્ડ થશે. ૧રથી ૧૭ જુલાઇ ફી ભરીને એડમિશન કન્ફર્મ કરાવવાનું રહેશે. ૧પથી ર૦ જુલાઇ બાદ પહેલા રાઉન્ડ પછીની વેકેન્સી ડિસ્પ્લે થશે. ર૦થી ર૩ જુલાઇ દરમિયાન રાઉન્ડ-ર માટે રિસફલિંગ અને ઓલ્ટ્રેશન ઓફ ચોઇસ જાહેર થશે. ર૭ જુલાઇએ રાઉન્ડ-રનું એલોટમેન્ટ અને ૩૧ જુલાઇ સુધી ફી ભરી એડમિશન કન્ફર્મ કરવાની કાર્યવાહી બાદ ર ઓગસ્ટે નવું શૈક્ષણિક સત્ર શરૂ થશે.
http://sambhaavnews.com/

You might also like