સાવધાન! દિવાળીના દિવસે ન કરશો આ કામ, નહીં તો આખુ વર્ષ થશે આર્થિક નુકશાન

દિવાળીનો તહેવાર એટલે લક્ષ્મીજીને ખુશ કરવાનો અને રિઝવવાનો તહેવાર. તેથી જ આ દિવસે એવી કોઇ જ ભૂલ ન કરવી જેથી લક્ષ્મીજી તમારી પર નારાજ થઇ જાય અને આખું વર્ષ તમારે આર્થિક નુકશાન સહન કરવું પડે.  દિવાળીની રાત્રે ઘરની છત પર ખુલ્લામાં સાવરણી ક્યારે પણ ન રાખો. તેનાથી ચોરીની શક્યતા વધી જાય છે. આમ પણ સાવરણીને છત પર ક્યારે પણ ન રાખવી જોઇએ.

ઘરની ગૃહલક્ષ્મી એટલે કે પત્નીને આ દિવસે અપશબ્દો કહીને તેને ઠેસ ન પહોંચાડવી. પુત્રી અને વહુ સાથે પણ ખોટા વ્યવહાર ન કરવા તેનાથી લક્ષ્મીજી નારાજ થઇ જાય છે અને ધનનું નુકશાન પણ થાય છે. આ દિવસે જો કોઇ ભીખારી ભીખ માંગે તો તેને ખાલી હાથે ન નિકાળવો કાંઇકને કાંઇક તેને દાન ચોક્કસથી આપવું.

દિવાળીની સાંજે લક્ષ્મી પૂજન પહેલાં અને સૂર્યાસ્ત પછી કોઇ પણ બહારની વ્યક્તિને કાંઇ પણ ન આપવું તેનાથી આર્થિક નુકશાન થઇ શકે છે. દિવાળીના દિવસે સૂર્યાસ્ત પછી કચરો ન નિકાળો તેનાથી લક્ષ્મીજી નારાજ થઇ જશે. દિવાળીના દિવસે જો ઘરની બહાર જાવ તો કાંઇને કાંઇ ચોક્કસ ઘરે લેતા જવું ખાલી હાથે ન જવુ જોઇએ.

You might also like