IPL 2018 : કોલકાતા નાઇટ રાઇડર્સનો નવો સુકાની હશે આ વિસ્ફોટક બેટસમેન….

આઇપીએલ-2018 માટે કોલકાતા નાઇટ રાઇડર્સ એટલે કેકેઆરની સુકાનીને લઇને ચાલી રહેલા સસ્પેન્સ પરથી પડદો ઉંચકાઇ ગયો છે. બોલીવુડના સુપરસ્ટાર શાહરૂખનની ટીમ કેકેઆરની ટીમે ઇન્ડીયન ટીમના બેટસમેન દિનેશ કાર્તિકને સુકાની પદ સોંપ્યું છે.

32 વર્ષના કાર્તિકને કેકેઆર ટીમે આ વર્ષે જાન્યુઆરીમાં યોજાયેલ આઇપીએલ માટે ક્રિકેટરના ઓકશનમાં 7.4 કરોડમાં ખરીદ્યો હતો. દિનેશ કાર્તિકને આ અગાઉ સ્થાનિક ક્રિકેટમાં તમિલનાડુમાં ટીમના સુકાની કરવાનો અનુભવ છે. ખેલાડીના ઓક્સન બાદ કેકેઆરનું સુકાનપદ કોને સોંપવામાં આવશે તેનો કયાસ લગાવામાં આવી રહ્યો હતો.

ઓસ્ટ્રેલિયન ખેલાડી ક્રિસ લિનને સુકાની બનાવામાં આવે તેવી અટકળો ચાલી રહી હતી. દિનેશ કાર્તિક સિવાય રોબિન ઉથપ્પા પણ કપ્તાનીની રેસમાં આગળ હતો. દિનેશ કાર્તિક આઇપીએલની ગત સિઝનમાં ગુજરાત લાયન્સ તરફથી રમ્યો હતો. જેમાં કાર્તિકે 36.1ની સરેરાશતી 361 રન બનાવ્યા હતા.

You might also like