ખરાબ શોટ્સ અને રનઆઉટના કારણે અમે હારી ગયાઃ દિનેશ કાર્તિક

કોલકાતાઃ ઈડન ગાર્ડન્સ પર ગઈ કાલે રમાયેલી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે હારી ગયા બાદ કોલકાતાના કેપ્ટન દિનેશ કાર્તિકે જણાવ્યું, ”આ હારને પચાવવી મુશ્કેલ છે.

અમે ટૂર્નામેન્ટ દરમિયાન સારું રમ્યા, પરંતુ પરાજય હંમેશાં દુઃખ આપે છે. અમે લક્ષ્યનો સારી રીતે પીછો કરી રહ્યા હતા, પરંતુ બે ખરાબ શોટ અને એક રનઆઉટે અમને નુકસાન પહોંચાડ્યું.” કાર્તિકે જણાવ્યું, ”મારે, નીતિશે અને રોબિને મેચ ખતમ કરવાની જરૂર હતી, પરંતુ અમે એવું કરી શક્યા નહીં.

આ મારી ભૂલ છે.” લીગ રાઉન્ડમાં કોલકાતાની ટીમ ત્રીજા સ્થાને રહી હતી. ટીમમાં ઘણા યુવા ખેલાડીઓએ સારું પ્રદર્શન કર્યું. કોલકાતાના કેપ્ટને કહ્યું, ”લીગમાં મારી સાથે ઘણું સકારાત્મક રહ્યું. મારી ટીમમાં અંડર-૧૯ના શિવમ માવી અને શુભમન ગિલે તક મળી ત્યારે સારું પ્રદર્શન કર્યું.”

You might also like