કાર્તિકની સિક્સરે બનાવ્યો તેને ‘હીરો’, મિયાંદાદનો 32વર્ષ જૂનો જાદુ ઓસરાયો

રવિવારે રાત્રે દિનેશ કાર્તિકની જાદુઈ બેટિંગના કારણે ક્રિકેટ જગતમાં ધૂમ મચી ગઈ હતી. કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં કાર્તિકે 8 બૉલમાં 29 રન બનાવી બાંગ્લાદેશની જીતની આશા પર પાણી ફેરવી દીધું હતું. છેલ્લા બૉલ પર કાર્તિકે છક્કો માર્યો હતો અને ટીમ ઈન્ડિયાને નિદહાસ ટ્રોફી અપાવી હતી.

ક્રિકેટના ઈતિહાસમાં આ માત્ર બીજો અવસર છે, જ્યાં કોઈ ટીમે છેલ્લા બૉલ પર છક્કો મારીને કોઈ ટૂર્નામેન્ટની ફાઈનલમાં જીત મેળવી હોય. તેની પહેલા 1986માં જાવેદ મિયાંદાદે શારજહામાં ભારત વિરુદ્ધ આ રીતે છક્કો માર્યો હતો.

ત્યારબાદ કાર્તિકે 32 વર્ષ બાદ મિયાદાંદના પ્રખ્યાત છક્કાને ફીકો પાડી દીધો છે. હકીકતમાં મિયાંદાદને તે વખતે જીતવા માટે માત્ર 4 રનની જરૂર હતી, એવામાં તેની પાસે બે વિકલ્પ હતા કે ચોગ્ગો મારવો અથવા છગ્ગો મારવો. આખરે તેણે ચેતન શર્માની બોલ પર છગ્ગો માર્યો હતો અને ઓસ્ટ્રેલિયા કપ પર કબજો કર્યો હતો.

આ વખતે બાંગ્લાદેશ સામે કાર્તિકે 5 રન બનાવવાની જરૂર હતી. એવામાં છગ્ગો મારવો એ જ કાર્તિક સામે ઉપાય હતો. પછી તો બસ કાર્તિકે એક જ બોલમાં સિક્સર મારી બાંગ્લાદેશના હાથમાં જતી નિદહાસ ટ્રોફીને છીનવી લીધી હતી અને ટીમ ઈન્ડિયાના નામે કરી હતી.

You might also like