બાંભણિયાના બદલાયા સૂર, હાર્દિકનો વિરોધ કરી બાંભણિયાએ PAASમાંથી આપ્યું રાજીનામું

PAASના નેતા દિનેશ બાંભણિયાએ પ્રેસ કોન્ફરન્સ કરી અચાનક જ ઘટસ્ફોટ કર્યો છે. બાંભણિયાએ આખરે વરુણ પટેલ અને રેશ્મા પટેલના ચીલે ચાલી પાસમાંથી રાજીનામું આપી દીધું છે. જો કે હજુ સુધી બાંભણિયાએ કોઈ પાર્ટી સાથે જોડાવાનો નિર્ણય કર્યો નથી.જો કે હજુ સુધી બાંભણિયાએ કોઈ પાર્ટી સાથે જોડાવાનો નિર્ણય કર્યો નથી.

દિનેશ બાંભણિયા હવે હાર્દિક વિરોધી સૂર બોલવા લાગ્યા છે. બાંભણિયાએ કોંગ્રેસના અનામતના ફોર્મ્યૂલા પર જણાવ્યું હતું કે, કોંગ્રેસની ફોર્મ્યૂલામાં અનામત આપવાની કોઈ દાનત નથી. જો કે બાંભણિયાએ ભાજપના વિરોધમાં કહ્યું હતું કે, અમે ભાજપનો વિરોધ કરતા હતા અને કરતા રહીશું. જાણો દિનેશ બાંભણિયાએ પોતાની પ્રેસ કોન્ફરન્સમાં અન્ય કયા મુદ્દાઓ કહ્યા તે જાણો..

પાટીદારની માંગને લઈને ભાજપ સામે વિરોધ હતોઃ બાંભણિયા
ભાજપ સામે વિરાધ કરતા હતા અને વિરોધ કરશુઃ બાંભણિયા
કોંગ્રેસ અમારી સાથે રમત રમી રહી છેઃ બાંભણિયા
હુ કપિલ સિબ્બલ સાથે ચર્ચા કરવા તૈયાર છુઃ બાંભણિયા
અનામતને લઈને કોંગ્રેસે કારણો સ્પષ્ટ નથી કર્યાઃ બાંભણિયા
હું ભાજપને મત આપવાનુ કહેતો નથીઃ બાંભણિયા
કોંગ્રેસને સત્તામાં બેસાડવાની સાંઠમારી ચાલી રહી છેઃ બાંભણિયા
કોઈને સત્તામાં બેસાડવા હું હાથો નહી બનુઃ બાંભણિયા
આંદોલનની લડાઈ રાજકીય બની ગઈ છેઃ બાંભણિયા
અનામત કઈ રીતે આપવુ તે કોંગ્રેસે સ્પષ્ટતા કરવાની જરૂર
અમે ભરતસિંહ સોલંકી સાથે વાત કરી હતીઃ બાંભણિયા
કોંગ્રેસે પાટીદાર સમાજનો ઉપયોગ કરવા સ્પષ્ટતા કરી નથીઃ બાંભણિયા
હાર્દિક પટેલના વર્તનનો હું વિરોધ કરુ છેઃ બાંભણિયા
સમાજના આગેવાનને વ્યભિચાર શોભતો નથીઃ બાંભણિયા
હાર્દિકને બચાવવા ભૂતકાળમાં મે ઘણુ બધુ કર્યુઃ બાંભણિયા
શહિદના ઘરે એક પણ રૂપિયો નથી પહોચ્યોઃ બાંભણિયા
મેનિફેસ્ટોની જાહેરાત બાદ મે ભરતસિંહને ફોન કર્યો હતોઃ બાંભણિયા
સમાજ સામે મુકેલી ફોર્મ્યુલામાં કોંગ્રેસની દાનત નથીઃ બાંભણિયા
ભાજપ થાય તે કરી લે અનામત લઈને જ રહીશુઃ બાંભણિયા
ભાજપમાં હુ આજે પણ નહી જોડાઉ અને ભવિષ્યમાં પણ નહિઃ બાંભણિયા
હાર્દિક સ્પષ્ટતા નથી કરતોઃ બાંભણિયા
અનામતની લડાઈમાં હું હાર્દિકની સાથે છુઃ બાંભણિયા

You might also like