ગાંધીનગરના ઉવારસદ ગામમાં લગ્નના જમણવાર બાદ ફૂડ પોઇઝનિંગઃ ર૦૦ લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા

અમદાવાદ: ગાંધીનગર જિલ્લાના ઉવારસદ ગામે ગત રાત્રે એક લગ્ન સમારંભમાં જમણવાર બાદ ૮૦૦થી વધુ લોકોને ફૂડ પોઇઝનિંગની અસર થઇ હતી. ર૦૦થી વધુ લોકોને ગાંધીનગર સિવિલ તેમજ અન્ય હોસ્પિટલમાં ખસેડાયા હતા. દૂધી હલવો અને બાસુંદી ખાધા બાદ આ અસર થઇ હોવાનું જાણવા મળ્યું છે. હાલ કેટલાક લોકોને પ્રાથમિક સારવાર આપ્યા બાદ રજા પણ અપાઇ છે. ફૂડ પોઇઝનિંગ બાદ આરોગ્ય વિભાગની ટીમ પણ દોડતી થઇ છે.

મળતી માહિતી મુજબ હાલમાં લગ્નગાળો પૂરજોશમાં ચાલી રહ્યો છે. ઠેરઠેર લગ્ન સમારંભ યોજાય છે. ગાંધીનગર જિલ્લામાં આવેલા ઉવારસદ ગામે ગત રાત્રે એક લગ્ન સમારંભનો જમણવાર યોજાયો હતો. આ જમણવાર બાદ કેટલાક લોકોને ઝાડા ઊલટીની અસર થઇ હતી. જેથી તેઓને તાત્કાલીક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા. દરમ્યાન લગ્નમાં આવેલા તમામ લોકોને ફૂડ પોઇઝનિંગની અસર જોવા મળી હતી.

લગભગ ૮૦૦ જેટલા લોકોને અસર થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. જેમાં ૧પ૦ લોકોને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ તેમજ અન્ય લોકોને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. ફૂડ પોઇઝનિંગને લીધે લગ્ન સમારંભમાં આવેલા લોકોમાં દોડધામ મચી ગઇ હતી. ગાંધીનગરની કેટલીક ખાનગી હોસ્પિટલ રાત્રે આ દર્દીઓથી ઊભરાઇ ગઇ હતી. હોસ્પિટલમાં બેડ ઓછા પડતાં નીચે સુવાડીને પણ સારવાર આપવામાં આવી હતી. ઘટનાને પગલે આરોગ્ય વિભાગ પણ દોડતો થઇ ગયો હતો.

સૂત્રોનાં જણાવ્યા મુજબ લગ્ન સમારંભમાં દૂધીનો હલવો તેમજ બાસુંદીના કારણે આ ફૂડ પોઇઝનિંગ થયું હતું. જો કે હાલ આ અંગે
આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આટલા મોટા પ્રમાણમાં ફૂડ પોઇઝનિંગ શેને કારણે થયું હોઇ શકે.

home

You might also like