શ્રીલંકન બોર્ડની સ્પષ્ટતાઃ પરેરાએ DRSમાં કોઈની મદદ નથી લીધી

કોલકાતાઃ શ્રીલંકાના ક્રિકેટ બોર્ડે ગઈ કાલે સ્પષ્ટતા કરી હતી કે દિલરુવાન પરેરાએ ભારત સામે કોલકાતા ટેસ્ટના ચોથા દિવસે ડીઆરએસની સમીક્ષા માટે ડ્રેસિંગની મદદ નહોતી લીધી. તેણે નિર્ણય થોડો મોડો લીધો હતો. પરેરાને શામીની ઓવરમાં એલબી આઉટ આપ્યો હતો. પરેરાએ પહેલાં પોતાના સાથી રંગાના હેરાથ તરફ જોયું અને ત્યાર બાદ તે પેવેલિયન તરફ ગયો, પરંતુ તેણે ડ્રેસિંગ રૂમ તરફ જોઈને અચાનક અમ્પાયરને રેફરલ લેવા કહ્યું.

શ્રીલંકા ક્રિકેટ બોર્ડે સ્પષ્ટતા કરી હતી કે પરેરાએ ડ્રેસિંગ રૂમની મદદ નહોતી લીધી. રેફરલ માટે ડ્રેસિંગ રૂમમાંથી કોઈ પણ પ્રકારનો સંદેશો નહોતો ગયો. પરેરાને લાગ્યું હતું કે શ્રીલંકાનો રેફરલ પૂરો થઈ ગયો છે તેથી તેણે ક્રીઝ છોડી હતી. ત્યારે તેણે સાંભળ્યું કે રંગાના હેરાથ મેદાનના અમ્પાયરને પૂછી રહ્યો હતો કે શું શ્રીલંકાનો કોઈ રિવ્યૂ બચ્યો છે? જેનો અમ્પાયરો ‘હા’માં જવાબ આપ્યો હતો. ત્યાર બાદ પરેરાએ રિવ્યૂ માગ્યો હતો.

You might also like