ડિલિવરીમેને સ્ત્રીને આગમાંથી બચાવી

આગ લાગે ત્યારે લોકો સૌથી પહેલાં ફાયરબ્રિગેડને બોલાવતા હોય છે, પરંતુ ચીનમાં ૨૮ વર્ષના એક ડિલિવરીમેને આ કામ કર્યું હતું. આ ડિલિવરીમેન જ્યારે ઈમારત પાસેથી પસાર થઈ રહ્યો હતો.

rescue2ત્યારે તેણે આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા જોયા. એક સ્ત્રી જાળીબંધ બારીમાંથી મદદ માટે બૂમો પાડી હતી. ફાયર બ્રિગેડની રાહ જોયા વગર ડિલિવરીમેન બાલ્કની પર ચડી ગયો. જીવના જોખમે ધુમાડાથી ભરેલી બાલ્કનીની જાળી પર લટકીને તેણે સ્ત્રીને એકદમ સુરક્ષિત રીતે બહાર કાઢી અને આ ડિલિવરીમેન તાત્કાલિક હીરો બની ગયો.

rescue4સ્ત્રીને બચાવતો તેનો વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ ગયો છે.

You might also like