ગત રાત્રે દિલીપ કુમારની હાલત લથડી, હોસ્પિટલમાં દાખલ કરાયા, પરિસ્થિતિ સુધારા પર

મુંબઇઃ પીઢ અભિનેતા દિલીપ કુમારની ગત રાત્રે તબિયત બગડતા તેમને મુંબઇની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ ઉંમરને કારણે પડતી સામાન્ય તકલીફોને કારણે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં છે. દિલીપ કુમારના પરિવારના સભ્યો પાસેથી મળતી માહિતી પ્રમાણે ગત રાત્રે તેમને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. છેલ્લાં ત્રણ ચાર દિવસથી તેમની તબિયત બગડવા લાગી હતી અને ગત રાત્રે તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. રૂટિન ચેકઅપ માટે તેઓ બે ત્રણ દિવસ પહેલાં જ હોસ્પિટલ ગયા હતા. હાલ તેમની સાથે તેમની પત્ની શાયરા બાનો છે.

દિલીપ કુમારની હાલત સુધારા પરઃ દિલીપ કુમારનો ઇલાજ કરી રહેલા ડોક્ટર જલીલ પારકરે જણાવ્યું છે કે હાલ ચિંતા કરવાની કોઇ જ જરૂર નથી. તેમને આઇસીયુમાંથી બહાર લાવી દેવામાં આવ્યા છે. તેઓ ઓબર્ઝરવેશન હેઠળ છે. વધતી ઉંમરને કારણે જે તકલીફોનો સામનો વ્યક્તિએ કરવો પડે છે. તેવી જ તકલીફમાંથી દિલીપ સાહેબ પસાર થઇ રહ્યાં છે. જો કે તેઓ જલ્દી સાજા થઇને ઘરે પરત ફરશે. હાલ તેમના પ્રસંશકો અને પરિવારના સભ્યોની ભીડ હોસ્પિટલમાં ઉમટી રહી છે. જો કે તેમને બધાથી દૂર રાખવામાં આવ્યા છે. બે ત્રણ દિવસ દિલીપ કુમારને હોસ્પિટલમાં ડોક્ટરની દેખરેખ હેઠળ રાખવામાં આવશે.

સોશ્યિલ મીડિયા પર અનેક વાર ફેલાઇ છે અફવાઃ અભિનેતા દિલીપ કુમાર 92 વર્ષના થઇ ચૂક્યા છે. વધતી ઉંમરેના કારણે તેમની તબિયત હવે ઠીક રહેતી નથી. ત્યારે તેમને નિયમીત ચેકઅપ માટે હોસ્પિટલ જવું પડે છે. ત્યારે કટેલાક લોકોએ દિલીપ કુમારના નિધાનની અફવાઓ પણ સોશ્યિલ મીડિયા પર અનેક વખત વાયરલ થઇ છે.

You might also like