દિલીપ- સાયરાનો રોમાન્સ હજી છે યથાવત, જુઓ આ વીડિયોમાં

મુંબઇઃ ઉંમરને કારણે દિલીપ કુમારની તબિયત નાદુરસ્ત રહે છે. જોકે તેમના સ્વાસ્થ્યની ક્ષણે ક્ષણની માહિતી તેમના ફેન્સ જાણવા માગે છે. ત્યારે હવે સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા દિલીપ કુમાર તેમના ફેન્સની વધારે નજીક આવી ગયા છે.

જી હા સોશિયલ નેટવર્કિંગ સાઇટ ફેસબુક દ્વારા દિલીપ કુમાર પોતાના ફેન્સ સાથે ઇન્ટરેક કરશે. હાલમાં જ દિલીપ કુમાર અને સાયરા બાનોએ એક સાથે એક વીડિયો શેર કર્યો છે. 33 સેકન્ડના આ વીડિયોમાં તેમની પત્ની સાયરા બાનો સાથે તે ચા પીતા જોવા મળી રહ્યાં છે. દિલીપ કુમારે ઓફિશિયલ ફેસબુક એકાઉન્ટ પર આ વીડિયો શેર કર્યો છે. આ એકાઉન્ટનું નામ છે ઓફિશિયલ દિલીપ કુમાર.


તમને જણાવી દઇએ કે 94 વર્ષના દિલીપ કુમાર પીઠના દુખાવાથી પીડિત છે. વીડિયોમાં દિલીપ કુમાર બિસ્કિટ ખાતા જોવા મળી રહ્યાં છે. જ્યારે સાયરા બાનો તેમને કાંઇક પૂછી રહ્યાં છે. આ વીડિયોની નીચે કેપ્શનમાં દિલીપ કુમારે લખ્યું છે કે પીઠની નીચેના ભાગમાં દુખાવો હેરાન કરી દે તેવો છે. ચાનો તાજો કપ હંમેશા તાજગી આપે છે. દિલીપ કુમારે થોડા સમય પહેલાં ટવિટર પર લખ્યું હતું કે તેઓ થોડા સમય બાદ ફેસબુક પર આવશે અને ફેન્સની ઇચ્છા પૂરી કરશે.

http://sambhaavnews.com/

You might also like