દિલીપ કુમારની તબિયત લથડી, મુંબઇની લીલાવતી હોસ્પિટલમાં કરાયા દાખલ

ટ્રેજડી કિંગ નામથી પ્રસિદ્ધ અભિનેતા દિલીપ કુમારને મુંબઇની લીલાવતી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવેલ છે. સમાચાર એવાં છે કે તેઓને છાતીમાં ઇન્ફેક્શનને લઇને ભરતી કરવામાં આવ્યાં છે. આ વાતની જાણકારી સાયરા બાનોએ દિલીપ સાહેબનાં ટ્વિટર હેન્ડલ દ્વારા આપી છે. તેઓએ લખ્યું કે, સાહેબ છાતીમાં ઇન્ફેક્શનને લઇ અસ્વસ્થતા અનુભવી રહ્યાં હતાં જેથી તેઓને મુંબઇની લીલાવતી હોસ્પિટલ ખાતે ભરતી કરવામાં આવેલ છે. આપ દરેકને દુઆ અને પ્રાર્થના કરવા માટેની વિનંતી છે.

તમને જણાવી દઇએ કે પહેલા ઓગસ્ટ મહિનામાં પણ તેઓને હોસ્પિટલ ખાતે ભરતી કરવામાં આવ્યાં હતાં. આ પહેલા ડિહાઇડ્રેશનને ધ્યાને રાખી 94 વર્ષીય દિલીપકુમારની તબિયત લથડી ગઇ છે. હોસ્પિટલમાં તેઓનાં અનેક ટેસ્ટ કરવામાં આવ્યાં હતાં. છેલ્લાં કેટલાંય વર્ષોથી દિલીપ કુમારની તબિયત બરાબર રહેતી નથી પરંતુ દરેક પળે સાયરા બાનુજી દિલીપ કુમારની સાથે રહ્યાં છે.

ગયા વર્ષે એપ્રિલ માસમાં દિગ્ગજ બોલીવુડ એક્ટર દિલીપ કુમારે હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યાં હતાં. એક્ટરને 15 એપ્રિલનાં રોજ બાન્દ્રા ઉપનગરનાં લીલાવતી હોસ્પિટલમાં તેજ શરદી, છાતીમાં સંક્રમણ અને શ્વાસ લેવામાં પણ ભારે પરેશાનીને કારણે ભરતી કરવામાં આવ્યાં.

You might also like