15 વર્ષ બાદ ‘દિલ ચાહતા હે’ ની બનશે સિક્વલ

નવી દિલ્હી: ફરહાન અખ્તર દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘દિલ ચાહતા હે’ દર્શકોને ખૂબ જ પસ્દ પડી હતી અને હવે 15 વર્ષ પછી ચાહકો એવું જાણીવે ખુશ થશે કે તેની સિક્વલની ચર્ચા થઇ રહી છે અને જ્યાં સુધી કાસ્ટિંગનો પ્રશ્ન છે તો એમાં કોઇ સમસ્યા આવનાર નથી. ખાસ કરીને હીરોઇનોની વાત કરીએ તો આલિયા ભટ્ટ, શ્રદ્ધા કપૂર અને પરણિતી ચોપડાની સાથે દિલ ચાહતા હે ની સિક્વલમાં કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી દીધી છે. તો ફરહાન અખ્તર પણ આ માટે વિચારી રહ્યો છે.

જી હા એક ઇન્ટરવ્યૂમાં ફરહાને કહ્યું કે આ બાબતે ખૂબ ઊંડું વિચારી રહ્યો છે, આ ત્રણેયનો પ્રશ્ન છે તો જોઇએ આગળ શું થાય છે. થોડાક દિવસો પહેલા ફરહાનએ ‘દિલ ચાહતા હે’ની સિરૉક્વલની સંભાવના વ્યક્ત કરીને ચાહકોની ઉત્સુકતા વધારી દીધી હતી. આ માટે ફરહાને ટ્વિટ કરીને ‘દિલ ચાહતા હે’ની સિક્વલની સંભાવના વ્યક્ત કરી હતી.

જો કે આ માટે ફરહાનને પૂછવામાં આવ્યું તો એણે કહ્યું કે હા મેં આ બાબતે ટ્વિટ કર્યું હતું, પરંતુ ઇરાદો ફક્ત મસ્તી કરવાનો હતો. ફરહાને હસતા કહ્યું કે લોકો હંમેશા મસ્તી કરતાં રહે છે, એટલા માટે એને કંઇક એવું કરવાનો નિર્ણય કર્યો. એટલે સુધી કે ફરહાને ‘દિલ ચાહતા હે’ને લઇને આલિયાની પણ મસ્તી કરી હતી. જો કે ફહાન અત્યારે તેની ફિલ્મ રોક ઓન ને લઇને ઉત્સાહિત છે, જે શુક્રવારે રિલીઝ થવા જઇ રહી છે.

You might also like