કોંગ્રેસનાં સિનિયર નેતા દિગ્વિજય સિંહની પીએમ મોદી અંગે વાંધાજનક ટ્વિટ

કોંગ્રેસનાં મહાસચિવ દિગ્વિજય સિંહે પીએમ મોદીને નિશાન બનાવતું અભદ્ર શબ્દો ધરાવતું એક ટ્વિટ કર્યું છે. જેમાં દિગ્વિજય સિંહે ટ્વિટર પર પીએમ મોદીની તસવીરવાળું એક ટ્વિટ શેર કર્યું હતું. જો કે, બાદમાં વિવાદ સર્જાતાં તેમણે આ ટ્વિટ તેમનું નહીં હોવાનું જણાવી સ્પષ્ટીકરણ કર્યું હતું.

કોંગ્રેસી નેતાએ તેમની વિરૂદ્ધ અભદ્ર ટ્વિટ કર્યું છે. આ ટ્વિટમાં બે વખત ગાળોનો ઉપયોગ કરાયો હતો. જેમાં મોદીની તસવીર સાથે ત્રણ લાઇન લખી છે. સાથે મોદી સમર્થકો માટે ભક્ત શબ્દનો ઉપયોગ કર્યો હતો. તે પોતાનું નથી પરંતુ તેને શેર કરતા તેઓ પોતાની જાતને અટકાવી શકયા નથી.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ભારતનાં એક પત્રકારની હત્યા થઇ તે સમયે એક વ્યક્તિએ એક અયોગ્ય ભાષામાં ટિપ્પણી કરતા સમગ્ર દેશમાં હોબાળો મચી જવા પામ્યો હતો ત્યારે દિગ્વિજયસિંહનાં વિવાદીત ટ્વિટનાં વાઈરલ થયા બાદ વિરોધ વધતાં તેમણે ટ્વિટ હટાવી દીધું હતું.

You might also like