તમામ હિન્દુ આતંકવાદીઓ સંઘ સાથે સંકળાયેલ છેઃ દિગ્વિજયસિંહ

ભોપાલ: કોંગ્રેસના નેતા દિગ્વિજયસિંહે આરએસએસને આતંક અને નફરત ફેલાવતું સંગઠન જણાવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે હિન્દુ ધર્મના જેટલા આતંકીઓ પકડાયા છે તે બધા સંઘના કાર્યકર છે. મહાત્મા ગાંધીની હત્યા કરનાર નાથુરામ ગોડસે પણ સંઘ સાથે સંકળાયેલ હતો.

સંઘની વિચારધારા નફરત ફેલાવે છે, નફરતથી હિંસા થાય છે, જે આતંકવાદ પેદા કરે છે. દિગ્વિજયસિંહ અગાઉ પણ સંઘ પર આતંકવાદ ભડકાવવાનો આક્ષેપ કરી ચૂક્યા છે. હજુ થોડા િદવસ પહેલાં જ તેમણે હિન્દુ આતંકવાદી શબ્દનો ઉપયોગ કરવા પર ખુલાસો કર્યો હતો.

તેમણે જણાવ્યું હતું કે તેમણે ક્યારેય હિન્દુ આતંકવાદી શબ્દનો ઉપયોગ કર્યો નથી, હા, તેમણે સંઘી આતંકવાદીની વાત ચોક્કસ કરી છે. પત્રકારો સાથેની વાતચીતમાં મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન દિગ્વિજયસિંહે જણાવ્યું હતું કે તમારી પાસે ખોટી માહિતી છે કે દિગ્વિજયસિંહે હિન્દુ આતંકવાદની વાત કરી છે, મેં હંમેશાં સંઘી આતંકવાદની વાત કરે છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે કોઈ પણ આતંકવાદી ઘટના ધર્મના આધારે નક્કી કરી શકાય નહીં, કોઈ પણ ધર્મ આતંકવાદને સમર્થન આપતો નથી. શાજાપુર હિંસા પર દિગ્વિજયસિંહે જણાવ્યું હતું કે અહીં દર વર્ષે મહારાણા પ્રતાપની જયંતી પર કેટલાય કાર્યક્રમો શરૂઆતથી જ થતા આવ્યા છે અને આ કાર્યક્રમમાં મુસ્લિમ સમુદાયના લોકો ઉત્સાહભેર ભાગ લે છે, પરંતુ આ વખતે ભાજપે ઈરાદાપૂર્વકની રણનીતિ હેઠળ અહીં તણાવનો માહોલ ઊભો કર્યો છે.

You might also like