દિગ્વિજયની લપ્સી જીભ, કાશ્મીર અંગે બોલ્યાં કાંઇક આવું

નવી દિલ્હીઃ કાશ્મીર અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર અંગે ચાલી રહેલા વિવાદમાં કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે જમ્મુ કશ્મીરને ભારત અધિકૃત કાશ્મીર ગણાવ્યું છે. બાદમાં તેમણે પોતાની ભૂલ સુધારતા જણાવ્યું કે કાશ્મીર ભારતનું અભિન્ન અંગે છે. કાશ્મીર અને કાશ્મીરિયત પર ધ્યાન આપવાની જરૂર છે.

દિગ્વિજય સિંહ ભોપાલમાં બલૂચિસ્તાન અને પીઓકને લઇને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિવેદનનો જવાબ આપી રહ્યાં હતા. તેમણે કહ્યું કે નરેન્દ્ર મોદી નરેન્દ્ર મોદીને પાક ઓક્યુપાયર્ડ કાશ્મીરની વધારે ચિંતા છે. બલૂચિસ્તાનનો આભાર વ્યક્ત કરે છે. જ્યારે ભારતના કાશ્મીરીઓ સાથે વાત કરવા તૈયાર નથી. દિગ્વિજયે વધુમાં કહ્યું કે જો કાશ્મીરના લોકોમાં વિશ્વાસ જગાવવો હોય તો તે વાતચીતના આધારે જ શક્ય બની શકે. પ્રધાનમંત્રીના નિવેદનથી પરિસ્થિતિ સુધરી નથી પરંતુ  વધારે બગડી જશે.

You might also like