દિગ્વિજય સિંહની નાની પુત્રી કર્ણિકાનું નિધન

નવી દિલ્હીઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહની પુત્રી કર્ણિકાનું આજે વહેલી સવારે દિલ્હીની મેક્સ હોસ્પિટલમાં નિધન થયું છે. કર્ણિકા લાંબા સમયથી કેન્સરની બિમારીથી પીડાતી હતી. છેલ્લાં કેટલાય દિવસથી તેની તબિયત નાજુક હતી. કર્ણિકાનો ઇલાજ અમેરિકામાં ચાલી રહ્યો હતો. ગત વર્ષે પોતાની પુત્રીને જોવા દિગ્વિજય સિંહ અમેરિકા પણ ગયા હતા. સારવાર આપવા છતાં કર્ણિકાની પરિસ્થિતિમાં કોઇ જ સુધારો ન આવતા તેને દેશમાં પરત લાવવામાં આવી હતી. જે મેક્સ હોસ્પિટલમાં દાખલ હતી. આજે સવારે લગભગ 5.15 મિનિટે કર્ણિકાએ અંતિમ શ્વાસ લીધા છે. કર્ણિકાના પાર્થિવદેહને અમદાવાદ લાવવામાં આવશે. અમદાવાદ કર્ણિકાની સાસરી છે. દિગ્વિજયની પહેલી પત્નીનું વર્ષ 2013માં નિધન થયું હતું. દિગ્વિજય સિંહને ચાર પુત્રી અને એક પુત્ર છે.

You might also like