ડિજીટલ ટ્રાન્ઝેક્શન વધારવા માટે RBIએ રોકડ પ્રવાહ ઘટાડ્યો

નવી દિલ્હી : ઘટી રહેલા કેશલેસ ટ્રાન્ઝેક્શનને કંટ્રોલ કરવા માટેની આરબીઆઇની સ્ટ્રેટેજી સફળ થઇ રહી હોય તેવું લાગી રહ્યું છે. નવેમ્બર બાદ સતત ઘટી રહેલ કેશલેસ ટ્રન્ઝેક્શનમાં એપ્રીલ અને મે મહિનામાં એકાએક ઉછાળો જોવા મળ્યો હતો. બેંકિંગ ઇન્ડસ્ટ્રીમાંથી મળતી માહિતી અનુસાર આરબીઆઇ જે ફ્લોથી કરન્સીની સપ્લાઇ ડિસેમ્બર, જાન્યુઆરીનાં મહિનામાં કરી રહી હતી.

તેનાં કારણે લોકોએ ફરીથી રોકડનો ઉપયોગ ચાલુ કરી દીધો હતો. રોડકનાં વધી રહેલા ઉપયોગનાં કારણે વ્યવહાર પુર્વત્ત થઇ ગયા હતા. જેથી ડિજીટલ ટ્રાન્ઝેક્શનમાં ધીરે ધીરે ઘટાડો જોવા મળ્યો હતો. જો કે આરબીઆઇએ કરન્સી ફ્લો ધીરે ધીરે ઓછો કરી દીધો હતો. જેની અસર વધેલા કેશલેસ ટ્રાન્ઝેક્શન સ્વરૂપે દેખાઇ રહી છે.

આંકડાઓ અનુસાર નોટબંધીની જાહેરાત પહેલા 4 નવેમ્બર 2016એ કુલ 17.74 લાખ કરોડ રૂપિયાની કરન્સી સર્કુલેશનમાં હતી. જે ઘટીને જાન્યુઆરીમાં 8.73 લાખ કરોડ પર આવી ગઇ હતી. જે હવે ફરથી 28 એપ્રીલ સુધીનાં આંકડા અનુસાર 14.7 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગઇ છે. હાલમાં ઉપલબ્ધ કરન્સી સર્કુલેશન નોટબંધી પહેલાની સ્થિતીથી લગભગ 20 ટકા ઓછી છે.

જેનાં કારણે એટીએમ વગેરેમાં રોકડની ઉણપ ફરીથી વધવા લાગી છે. આંકડાઓ અનુસાર 13 જાન્યુઆરીએ પુરા થઇ રહેલા અઠવાડીયામાં કરન્સી સર્કુલેશનમાં 6.04 ટકાનો વધારો થયો. ત્યાર બાદનાં અઠવાડીયામાં તેમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. દસ માર્ચથી માંડી 21 એપ્રીલ સુધી નવી કરન્સીનો ગ્રોથ 2 થી 3 ટકા રહો હતો. 28 એપ્રીલે પુરા થઇ રહેલા અઠવાડીયામાં આ ગ્રોથ ઘટીને માત્ર 1.05 ટકા પર પહોંચી ગયો છે. તેનાથી સ્પષ્ટ થાય છે કે સર્કુલેશન હવે રિઝર્વ બેંક ઘટાડી રહી છે.

You might also like