ડિજીટલ ચુકવણી: આજથી ઇનામોની થશે જાહેરાત, 100 દિવસ સુધી રોજે મળશે 1000

નવી દિલ્હી: કેન્દ્ર સરકાર દેશના 100 શહેરોમાં હવેના 100 દિવસો માટે લકી ગ્રાહક યોજના તથા ડીજીટલ ધન વેપાર યોજના હેઠળ પુરુસ્કારોની શરૂઆત કરશે. નીતિ આયોગએ શનિવારે આ જાણકારી આપી છે. આગળના 100 દિવસો સુધી કુલ 15000 ગ્રાહકોને 1000 રૂપિયાના ઇનામની રકમ માટે લકી ગ્રાહક યોજનાના પહેલા ડ્રોની શરૂઆત નવી દિલ્હીમાં રવિવારે કેન્દ્રીય નાણાંમંત્રી અરુણ જેટલી તથા મંત્રી રવિશંકર પ્રસાદ કરશે.

નીતિ આયોગ દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું કે લકી ગ્રાહક યોજનાના પહેલા ડ્રો હેઠળ 15000 ગ્રાહકોને 100 દિવસ સુધી રોજના 1000 રૂપિયાની કેશબેક મળશે. નવી દિલ્હીમાં રવિવારથી આ સ્કીમની શરૂઆત થશે. ડિજીટલ પેમેન્ટને લઇને જાગરૂતતા ફેલાવવા માટે દેશના 100 અલગ અલગ શહેરોમાં એની શરૂઆત થશે.

નીતિ આયોગના પ્રમાણે આ યોજના હેઠળ યૂપીઆઇ, યૂએસએસડી. આધાર નંબર આધારિત પેમેન્ટ સિસ્ટમ અને રૂપિયા કાર્ડથી ડિજીટલ ટ્રાન્ઝેક્શન કરનાર લોકોને ઇનામ આપવામાં આવશે.

નિવેદન પ્રમાણે લકી ગ્રાહક યોજના હેઠળ વિજેતાઓની પસંદગી રોજે તથા સાપ્તાહિક આધાર પર કરવામાં આવશે. જ્યારે ડિજી ધન યોજના હેઠળ વિજેતાઓની પસંદગી સાપ્તાહિક આધાર પર કરવામાં આવશે. ત્યારબાદ 14 એપ્રિલ, 2017ના રોજ એક મેગા ડ્રો થશે. ત્યારબાદ આ યોજનાને આગશ વધારવાને લઇને સમીક્ષા કરવામાં આવશે.

બંને યોજનાનું સંચાલન ડિજીટલ ચુકવણીને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી કરવામાં આવી રહ્યું છે, જેને નીતિ આયોગે શરૂ કર્યું છે. ડિજીટલ માધ્યમથી પેટ્રોલ પંપ, બીમા પ્રિમયમ, રાષ્ટ્રીય રાજમાર્ગો પર ટોલ તથા રેલ્વે ટિકીટ ચુકવણી પર છૂટ આપવામાં આવશે.

You might also like