ડ‌િજટલ પેમેન્ટથી ચાર લાખ લોકોનાં કિસ્મત ચમક્યાં

નવી દિલ્હી: નોટબંધી બાદ ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન અાપવા માટે સરકાર દ્વારા શરૂ કરાયેલી લકી ડ્રો યોજનાઅોથી લગભગ ચાર લાખ લોકોનાં કિસ્મત ચમકી ગયાં છે. સરકારની લકી ગ્રાહક યોજના હેઠળ અત્યાર સુધી 3.81 લાખ ગ્રાહકોને ઇનામ મળી ચૂક્યાં છે. અા રીતે ડિજીધન યોજના હેઠળ 21 હજાર વેપારી પુરસ્કાર માટે હકદાર બન્યા છે. ખાસ વાત અે છે કે સૌથી વધુ ઇનામ મેળવનાર રાજ્યમાં ઉત્તર પ્રદેશ ટોપ ફાઈવમાં સામેલ છે.

નીતિ અાયોગે જણાવ્યું કે ડિજિટલ પેમેન્ટના વિજેતાઅોને 60.90 કરોડ રૂપિયા ઇનામ તરીકે મળ્યા છે. અત્યાર સુધી સમગ્ર દેશમાં 100 ડિજીધન મેળા અાયોજિત થયા છે. સરકારે ડિજીધન વેપારી યોજના અને લકી ગ્રાહક યોજનાની શરૂઅાત 25 ડિસેમ્બરે કરી હતી.

અા યોજના અાંબેડકરજયંતી અેટલે કે 14 અેપ્રિલ, 2017 સુધી ચાલશે. અાયોગ અનુસાર અા બંને યોજનાઅો હેઠળ સૌથી વધુ ઇનામ જે પાંચ રાજ્યમાં મળ્યાં છે તેમાં મહારાષ્ટ્ર, અાંધ્રપ્રદેશ, તામિલનાડુ, ઉત્તર પ્રદેશ અને કર્ણાટક સામેલ છે. અા યોજનામાં તમામ ઉંમરના લોકોઅે ડિજિટલ પેમેન્ટ માટે ઉત્સાહ દાખવ્યો છે.

સૌથી વધુ િવજેતા 21 થી 30 વર્ષના યુવાનો છે. ડિજીધન વેપારી યોજના અને લકી ગ્રાહક યોજના હેઠળ કાર્ડ, ભીમ, યુપીઅાઈ, યુઅેસએસડી અને અાધારના માધ્યમથી અપાયેલા ટ્રાન્ઝેક્શનમાંથી લકી ગ્રાહક અને વેપારીને ડ્રો દ્વારા પસંદ કરવામાં અાવે છે. ઇન્ટરનેટ વગરના સામાન્ય મોબાઈલ દ્વારા પણ યુઅેસઅેસડી હેઠળ લેવડદેવડ શક્ય છે, તેમાં મોબાઈલ પર મોકલાયેલા શોર્ટ કોલ્ડ મેસેજના અાધારે ટ્રાન્ઝેક્શન થાય છે.

‘ફોન પે’ દ્વારા લેવડદેવડ?
દેશની ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેન્ક અાઈસીઅાઈસીઅાઈને નેશનલ પેમેન્ટ કોર્પોરેશન અોફ ઇન્ડિયાઅે અાદેશ અાપ્યા છે કે તે ગ્રાહકોને ઇ-વોલેટ ‘ફોન પે’ દ્વારા લેવડદેવડની તાત્કાલિક અનુમતિ અાપે. અા ઇ-વોલેટ ફ્લિપકાર્ટનું છે. અાઈસીઅાઈસીઅાઈઅે ફોન-પે અેપ દ્વારા યુટીઅાઈ લેવડદેવડ પર પ્રતિબંધ મૂક્યો હતો.

માત્ર 45 ટકા કરન્સી સર્ક્યુલેશનમાં અાવી
મોદી સરકાર તરફથી 8 નવેમ્બર, 2016 બાદ લાગુ કરાયેલી નોટબંધી બાદ બંધ થયેલી નોટોના બદલામાં કેટલી નવી નોટો માર્કેટમાં અાવી ચૂકી છે. અા સવાલના જવાબમાં ગવર્નર ઉર્જિત પટેલે સંસદીય સમિ‌િત સમક્ષ જણાવ્યું કે 9.2 લાખ કરોડ રૂપિયાની નવી નોટો અાઈબીઅાઈ તરફથી જારી કરાઈ છે. તેનો અર્થ અે થયો કે 15.44 લાખ કરોડ રૂપિયાની જૂની નોટો બંધ કરાયા બાદ 60 ટકાની નવી કરન્સી અાવી છે, તેમાંથી માત્ર 6.97 લાખ રૂપિયાની નવી નોટ જ સર્ક્યુલેશનમાં છે, જે બંધ કરાયેલી નોટોના લગભગ 45 ટકા છે.
http://sambhaavnews.com/

You might also like