કોમર્શિયલ મિલ્કતોનાં પોપર્ટી ટેક્સ વસૂલવા યોજાશે ‘ડિ‌જિટલ પેમેન્ટ કેમ્પ’

અમદાવાદઃ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઓક્ટ્રોયની નાબૂદી બાદ આવકનો એક માત્ર સ્રોત પ્રોપર્ટી ટેક્સ છે. તંત્ર દ્વારા પ્રોપર્ટી ટેક્સમાં વધુ ને વધુ આવક મેળવવા માટેનાં પ્રયત્નનાં એક ભાગરૂપે તાજતેરમાં ડિ‌જિટલ પેમેન્ટમાં બે ટકાનું રિબેટ જાહેર કરાયું છે. આમાં સ્માર્ટ સિટી મિશન હેઠળ અમદાવાદીઓ ‘કેશલેસ ટ્રાન્જેકશન તરફ આકર્ષિત થાય તે હેતુ પણ સમાયો છે. હવે સત્તાવાળાઓએ આવતા અઠવાડિયાથી કોમર્શિયલ મિલકતોના આંગણે ‘ડિજિટલ પેમેન્ટ કેમ્પ’નું આયોજન કરવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યાં છે.

આમ તો ગત નાણાંકીય વર્ષ ર૦૧૭-૧૮ની સરખામણીમાં ચાલુ નાણાંકીય વર્ષ ર૦૧૮-૧૯માં મ્યુનિસિપલ કોર્પોરેશનને પ્રોપર્ટી ટેક્સની આવકમાં ર૮ ટકાની ઉલ્લેખનીય વૃદ્ધિ થઇ છે. ગત તા.૧ એપ્રિલ, ર૦૧૭થી ગત તા.પ ઓક્ટોબર, ર૦૧૭ સુધીમાં તંત્રની તિજોરીમાં કુલ રૂ.૪ર૦.૭ર કરોડ ઠલવાયા હતા જ્યારે ચાલુ વર્ષે ગત તા.૧ એપ્રિલ, ર૦૧૮થી તા.પ ઓક્ટોબર, ર૦૧૮ સુધીમાં પ્રોપર્ટી ટેક્સ આવક વધીને રૂ.પ૩૭.૭૪ કરોડની થઇ છે.

આ અંગે મ્યુનિસિપલ ટેક્સ વિભાગના ઇનચાર્જ વડા દેવા‌િશષ બેનરજી કહે છે, ગત તા.૧૦ સપ્ટેમ્બર, ર૦૧૮થી ગત તા.પ ઓક્ટોબર, ર૦૧૮ સુધીમાં કુલ ૩પ,૦૦૦ નાગરિકોએ ડિ‌િજટલ પેમેન્ટ કરતાં તંત્રને તેનાથી રૂ.૧ર.પ૦ કરોડની આવક થઇ છે. સાધારણ રીતે તંત્રમાં ડિજટલ પેમેન્ટમાં કુલ આવકના ૧ર ટકા આવક નોંધાય છે, પરંતુ બે ટકા રિબેટની સ્કીમની જાહેર થતાં આ ટકાવારી વધીને ૧૬ ટકા થઇ છે.

આ ઉપરાંત તંત્ર દ્વારા ડિ‌જિટલ પેમેન્ટને વધુ પ્રોત્સાહન આપવા આવતા અઠવાડિયાથી શહેરના ઉત્તર પશ્ચિમ ઝોન, દક્ષિણ પશ્ચિમ ઝોન અને પશ્ચિમ ઝોન એમ કુલ ત્રણ ઝોનમાં કોમર્શિયલ મિલકતો માટે ‘ડિ‌િજટલ પેમેન્ટ કેમ્પ’નું આયોજન કરાશે, જેમાં કોઇ કોમર્શિયલ સેન્ટર કે કોમ્પ્લેક્ષમાં ઓફિસ અને દુકાન ધરાવતા નાગરિકોને અગાઉથી ‘ડિ‌જિટલ પેમેન્ટ કેમ્પ’ની જાણકારી અપાશે.

ત્યાર બાદ બીજા દિવસે ટેક્સ વિભાગનો સ્ટાફ તે સ્થળે પાંચથી છ લેપટોપ લઇને કેમ્પ ગોઠવશે અને વેપારીઓ પાસેથી ડિ‌િજટલ પેમેન્ટને સ્વીકારશે તેમ જણાવતાં દેવાશિષ બેનરજી વધુમાં કહે છે, ત્યારબાદ મધ્ય ઝોન, ઉત્તર ઝોન અને દક્ષિણ ઝોનને પણ આવરી લેવાશે. આવા કેમ્પ દિવાળી સુધી ચાલશે અને સારી ગણાતી રેસિડેન્શિયલ મિલકતો માટે પણ ડિ‌જિટલ પેમેન્ટ કેમ્પનું આયોજન વિચારણા હેઠળ છે.

You might also like