એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ માટે ‘ડિજિટલ ઈ લર્નિગ’ શરૂ થશે

અમદાવાદ: ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવ‌િર્સટી (જીટીયુ)ની એન્જિનિયરિંગ કોલેજોમાં વિદ્યાર્થીઓ માટે ક્લાસરૂમ સિવાય પણ અભ્યાસ કરી શકે તે માટે ડિજિટલ ઈ-લર્નિંગની વ્યવસ્થા જાન્યુઆરીથી શરૂ કરવામાં આવશે, જેમાં જીટીયુના એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ સ્માર્ટફોન, ટેબ્લેટ, લેપટોપ દ્વારા ગમે ત્યાં બેસીને ગમે તે સમયે ઓનલાઇન અભ્યાસ કરી શકશે તેમજ વિદ્યાર્થીઓ કોઈ ટો‌િપક્સમાં સમજણ નહીં પડે તો લાઈવ ચેટિંગથી પ્રોફેસરોને સવાલ પૂછી શકશે. યુનિવ‌િર્સટીએ એમ ટ્યૂટર સાથે હાથ મિલાવીને ઓનલાઇન વેબસાઈટ બનાવી છે, જેમાં વિદ્યાર્થીઓ પોતાનું લોગ ઇન આઈડી નાખીને અભ્યાસ કરી શકશે.

એન્જિનિયરિંગ કરતા વિદ્યાર્થીઓને ડિજિટલ શિક્ષણનો આ કોન્સેપ્ટ ક્લાસરૂમથી આગળનું વિચારતા કરવાનો છે, જેના પરિણામે ભણતર સંવાદરૂપ બને, ગમ્મત સાથે જ્ઞાન મળે અને મોબાઈલ ફોન, ટેબ્લેટ અથવા કમ્પ્યૂટરથી ગમે ત્યાં અભ્યાસ કરી શકાય. તેમાં ઈન્ટરએ‌િક્ટવ વી‌િડયો, વિદ્યાર્થીઓ જે ભણ્યા હોય તેનું મૂલ્યાંકન અને પ્રશ્નબેન્ક તો રહેશે જ, તે ઉપરાંત લાઈવ ચેટ તેમજ મૂંઝવણ હોય તો વિદ્યાર્થીને માર્ગદર્શન પણ મળે એવી વ્યવસ્થા કરવામાં આવશે. જીટીયુએ એમ-ટ્યૂટર સાથે હાથ મિલાવ્યા છે, જે વર્ષ ૨૦૧૭-૧૮ના શૈક્ષણિક વર્ષ દરમિયાન એન્જિનિયરિંગ કૉલેજોના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને સંપૂર્ણ નિઃશુલ્ક સુવિધા પૂરી પાડશે.

યુનિવર્સિટીના કુલપતિ ડો.નવીન શેઠે કહ્યું હતું કે નવા શૈક્ષણિક સત્રથી અમે ભવિષ્યમાં અમારા વિદ્યાર્થીઓ ડિજિટલ અભ્યાસ કરે તે દિશામાં અમે આગળ વધી રહ્યા છીએ, જેના પ્રાથમિક તબક્કામાં અમે એમ-ટ્યૂટર સાથે કરાર કર્યાે છે. વેબસાઇટમાં વિદ્યાર્થીઓ પોતાનો અાઇડી પાસવર્ડ નાખીને ઓનલાઇન ભણી શકે તેવી વ્યવસ્થા ઊભી કરાઇ છે. જે જાન્યુઆરીથી અમલમાં આવી જશે, જે બાદ અમે પોતાની અમારી વેબસાઇટ સાથે સ્માર્ટફોન એપ પણ બનાવીશું. સિસ્ટમના કારણે વિદ્યાર્થીઓને ખૂબ ફાયદો થશે.

You might also like