પોટેશિયમથી ભરપૂર ખોરાક ડાયાબિટીસના દરદીઓ માટે ખૂબ સારો

ડાયાબિટિસના દરદી છો? તો તમારે જેમાંથી પોટેશિયમ ખનિજ ભરપૂર માત્રામાં મળતું હોય એવી ચીજો ખાવી જોઈએ. ટાઈપ-ટૂ પ્રકાનો ડાયાબિટિસ ધરાવતા દરદીઓમાં જો બ્લડ-શુગરનું લેવલ બરાબર જળવાય નહીં તો એનાથી હૃદય અને કિડનીનું સ્વાસ્થ્ય જોખમમાં મૂકાય છે. અમેરિકન રિસર્ચરોના કહેવા મુજબ ડાયાબિટિસના દરદીઓ ખોરાકમાં સોડિયમ અને પોટેશિયમ સામેલ કરે તો તેમના હૃદય અને કિડની સ્વસ્થ રહી શકે છે. ડાયટમાં પોટેશિયમનું પ્રમાણ વધુ હોય તે ખૂબ જ જરૂરી છે. સોડિયમ ખનિજ વધારે કે ઓછું કરે તેનાથી કિડની કે હાર્ટની હેલ્થને નુકસાન થતું હોવાનું અત્યાર સુધી સ્પષ્ટ થયું ન હતું. ડાયાબિટિસના દરદીઓએ નારિયેળ પાણી અને લીંબુ જેવી ચીજ-વસ્તુઓ ખોરાકમાં સામેલ કરવી જોઈએ.

You might also like